મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: મ્યુનિ.અધિકારીઓની બેદરકારીના કારણે અમદાવાદમાં ૭૦ દિવસમાં ૧૨ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો

આ વર્ષે ચોમસાના આરંભથી 70 દિવસના સમયમાં અમદાવાદના વિવ

Ahmedabad news: મ્યુનિ.અધિકારીઓની બેદરકારીના કારણે અમદાવાદમાં ૭૦ દિવસમાં ૧૨ નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો

આ વર્ષે ચોમસાના આરંભથી 70 દિવસના સમયમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં રહેતા 12 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો છે. આ તમામના મોત પાછળ amcઅધિકારીઓની બેદરકારી સિવાય અન્ય કોઈ કારણ નથી, કહેવા પુરતા સ્માર્ટ સિટીમાં આટલી મોટી સંખ્યામાં કોઈ એક વર્ષના ચોમાસામાં મોત થયા હોય એવુ નજીકના વર્ષોમાં ધ્યાનમાં આવ્યું નથી.

 12 નિર્દોષ નાગરિકોનો ભોગ લેવાયો

1- 16 જુન 2025 ઘીકાંટા વિસ્તારમાં આવેલી દુધવાળી પોળ પાસેથી વરસાદના સમયે પસાર થતા જશરાજ જગદીશ ગોહીલને amcના લગાવેલા વીજ થાંભાલાના ખુલ્લા વાયરોથી કરંટ લાગતા મોત થયું હતું.
2. 19 જૂન 2025- નિકોલના મધુમાલતી આવાસ યોજનામાં બિમાર જીતુભાઈને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા 108 બોલાવી હતી, પરંતુ વરસાદી પાણીના કારણે 108 પહોંચી નશકતા તેમને રેંકડીની મદદથી હોસ્પિટલ લઈ જવાયા જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું.
3. 30 જૂન 2025 ઓઢવ અંબિકાનગરના ખારીકટ કેનાલ નજીક વરસાદી પાણીના પ્રવાહમાં મનુભાઈ પિતાંબરદાસ તણાઈ જતા ફાયરવિભાગે 200 ફૂટ અંદર જઈ દોરડાની મદદથી આધેડનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
4. 23 જુલાઈ-2025 ખોખરા સ્મશાનગૃહના નવીનીકરણની કામગીરી દરમિયાન ખાડામાં ભરાયેલા પાણીનો તાગ મેળવવા ઉતરેલા ચાંદખેડાના રહીશ દીપક રાધેશ્યામ સેવાતાનું મોત.
5. રાણીપના બલોલનગરમાં સિમેન્ટ રોડ પરથી બાઈક પર જઈ રહેલા બે વ્યક્તિ પૈકી એકનું પડી જવાથી મોત
6. જમાલપુરમાં ડોર ટુ ડોર કચરાની ગાડીએ એક વ્યક્તિને 30 ફુટ સુઘી ઘસડી જતા મોત.
7. જશોદાનગરમાં ગેરકાયદે બાંધકામના ડિમોલીશન સમયે આત્મવિલોપન કરવાથી મહીલાનું મોત
8.નારોલમાં વરસાદી પાણીમાં મોપેડ પર પસાર થતાં દંપતિને વીજ કરંટ લાગતા મોત.

સ્માર્ટ સિટીના રસ્તાઓ ગામડા કરતા પણ ખરાબ

કહેવા પુરતા સ્માર્ટ સિટીમાં નિર્દોષોના મોત છત્તાં સત્તાધીશો સામે કાર્યવાહી કરવામાં પણ બેદરકાર પુરવાર થયા છે. દર વર્ષે રૂપિયા ેક હજાર કરોડથી પણ વધુની રકમનો ખર્ચ શહેરમાં રસ્તાઓ રીસરફેસ કરવા કે નવા બનાવવા પાછળ કોર્પોરેશન દ્વારા કરવામાં આવતો હોય છે. આમ છત્તાં શહેરના રસ્તાઓની પરિસ્થિતિ ગામડાઓ કરતા પણ વધુ ખરાબ છે.

કોર્પોરેશન તરફથી નાખવામાં આવેલા વીજ થાભંલાની લાઈટો મોટાભાગના વિસ્તારોમાં બંધ હાલતમાં જોવા મળે છે. આ સ્થિતિમાં કોીપણ રોડ પરથી વાહન લઈને નીકળનારા વાહન ચાલકોને સાવચેતી રાખવામાં આવે છે. હાલ તો દરેક અમદાવાદનો નાગરિક ભગવાન ભરોસે રોડ પરથી પસાર થતો હોય એવી અનૂભિતી વ્યક્ત કરી રહ્યો છે.

.કોર્પોરેશનના અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલી વખત જોવા મળી રહયુ છે કે, કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીથી નિર્દોષ નાગરિકોના ભોગ લેવાતા હોય તેમ છતાં પણ સત્તા પક્ષ તરફથી એક પણ હોદ્દેદાર કોઈ પ્રતિક્રીયા આપી શકવાની સ્થિતિમા નથી. 

તો આ સાથે જ જે તે બનાવ સંદર્ભમાં તપાસ કમિટી બનાવી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી પણ કરાતી નથી.અમદાવાદના 70 લાખથી વધુ નાગરિકો પાસેથી આ જ લોકો પાંચ મહીના પછી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણી આવશે એ સમયે મતની ભીખ માંગવા હાથ જોડતા જશે. હાલ તો દરેક અમદાવાદનો નાગરિક ભગવાન ભરોસે રોડ ઉપરથી પસાર થતો હોય એવી અનુભૂતિ વ્યકત કરી રહયો છે.

આ સમાચાર શેર કરો