મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નારોલમાં વીજકરંટથી દંપતિના મોત મામલે કોંગ્રેસની JCP ને રજૂઆત, મનપાની યોગ્ય કાર્યવાહીની હૈયાધારણા

અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી નજીક ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાને કારણે દંપતિન

અમદાવાદના નારોલ વિસ્તારમાં મટનગલી નજીક ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાને કારણે દંપતિનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતકના પરિજનો અને કોંગ્રેસે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષ નેતા સહિત કોંગ્રેસના સભ્યો જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 2 કચેરી ખાતે ગયા હતા અને આ ઘટનાની જરૂરી તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 

 જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 2 કચેરી ખાતે કરાઇ રજૂઆત 

શહેરમાં ચોમાસા દરમ્યાન AMC ની બેદરકારીને લીધે અનેક નિર્દોષ લોકોએ મોત ગુમાવ્યા છે, તાજેતરમાં નારોલ વિસ્તારમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાને કારણે દંપત્તિનું કરૂણ મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ શહેરીજનોમાં પણ મનપા વિરુદ્ધ રોષ ભભૂક્યો છે. આજરોજ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ સહિત કોંગ્રેસના આગેવાનો જોઈન્ટ પોલીસ કમિશનર સેક્ટર 2 કચેરી ખાતે ગયા હતા અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની પણ ઉગ્ર માંગ કરી છે. 

 જવાબદાર અધિકારીઓ સામે ૨૪ કલાકમાં કાર્યવાહી કરવાની માંગ

મૃતકના પરિજનો પણ મૃતદેહોને લઈ AMC દક્ષિણ ઝોનની કચેરીએ લઈ ગયા હતા અને જવાબદાર અધિકારીઓ સામે ૨૪ કલાકમાં કાર્યવાહી કરવાની માંગ કરી છે અને ૫૦ લાખ વળતર આપવાની પણ માંગ કરાઇ છે. 

યોગ્ય તપાસ કરવાની મનપાની હૈયાધારણા  

ભારે વિવાદ બાદ આ ઘટના અંગે મહાનગરપાલિકા દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં આવી છે, જેમાં સમગ્ર ઘટનામાં જરૂરી તપાસ કરવાની સાથે યોગ્ય વર્તન આપવાની પણ હૈયાધારણા આપવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો