Amreli news: ભારે કરંટ વચ્ચે માછીમારી કરવા નીકળેલા 7 માછીમારો લાપતા, 9 ને કરાયા રેસ્ક્યુ
Amreli news: હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે, દર

Amreli news: હાલ સમગ્ર રાજ્યમાં ભારે વરસાદની આગાહી વચ્ચે એલર્ટ આપવામાં આવ્યું છે, દરિયામાં પણ ભારે કરંટના કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન કરાયું છે, ત્યારે જાફરાબાદના દરિયા કિનારાથી 18 નોટીકલ માઈલ દુર જાફરાબાદ અને રાજપરાની બે બોટ ડુબી જતા 7 માછીમારો ગુમ થઇ ગયા છે, જયારે 9 માછીમારોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.
રાજ્યમાં ભારે વરસાદની આગાહી સાથે દરિયો પણ ગાંડોતૂર બન્યો છે, જેથી તંત્રે માછીમારોને દરિયો ન ખેડવા સૂચન આપ્યું છે, છતાં અમરેલી જિલ્લાના અમુક માછીમારો મધદરિયે માછીમારી કરવા ગયા અને દરિયો ગાંડોતૂર બનતા ફસાયા હતા. જાફરાબાદથી 18 નોટીકલ માઈલ દુર જાફરાબાદ અને રાજપરાની બે બોટ ડુબી જતા 7 માછીમારો ગુમ થઇ ગયા છે, જયારે તંત્રએ આ બંને બોટમાંથી 9 માછીમારોનું રેસ્ક્યુ કર્યું છે. ગુમ થયેલા માછીમારોની તંત્ર અને કોસ્ટ ગાર્ડ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.




