મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અરવલ્લીના શામળાજી પાસે હોટલમાં હુમલો

અરવલ્લીના શામળાજી નજીક નવા વેણપુર પાસે આવેલી હોટલમાં હુમલાની ઘટના સામે આવી છે. વાહનોમાં આવેલા શખ્સોએ હોટલના માલિક સહિત કર્મચારીઓ પર હુમલો કરતાં ચકચાર મચી છે. હુમલામાં હોટલ માલિક સહિત ત્રણ જેટલા કર્મચારીઓ ઘવાયા હોવાની ચર્ચા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિતના અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. હુમલો કરનારા ત્રણ શખ્સો ઝડપાયા હોવાની માહિતી મળી છે. સમગ્ર મામલે શામળાજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો