Dwarka: ખંભાળિયા-દ્વારકા હાઈવે પર ગમખ્વાર કાર અકસ્માત, એક યુવાનનું ઘટનાસ્થળે મોત, બે મહિલા ગંભીર

ખંભાળિયા-દ્વારકા હાઈવે રોડ પર સીનારડી ગામના પાટિયા નજીક આજે બુધવારે એક ગમખ્વાર કાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કારમાં સવાર એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.
ગીર સોમનાથનો પરિવાર દ્વારકા જઈ રહ્યો હતો
મળતી માહિતી મુજબ, કારમાં સવાર પરિવાર ગીર સોમનાથ જિલ્લાનો રહેવાસી હતો અને તેઓ દ્વારકા તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની તીવ્રતા એટલી વધારે હતી કે એક યુવાનનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
બે મહિલાની હાલત ગંભીર
કારમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ થતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખંભાળિયાની જનરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઇજાગ્રસ્તોમાંથી બે મહિલાઓની હાલત વધુ ગંભીર જણાતા, તેમને વધુ સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

