મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: 'મોરે મોરા'નો વિવાદ વકર્યો, હવે દેવાયત ખવડનો બ્રિજરાજ ગઢવી પર વળતો પ્રહાર

ગુજરાતમાં લોકસાહિત્યકારોની એક અનોખી જ લોકચાહના છે. એવામાં હવે ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દ

VIDEO: 'મોરે મોરા'નો વિવાદ વકર્યો, હવે દેવાયત ખવડનો બ્રિજરાજ ગઢવી પર વળતો પ્રહાર

ગુજરાતમાં લોકસાહિત્યકારોની એક અનોખી જ લોકચાહના છે. એવામાં હવે ગુજરાતના લોકસાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે જૂનો વિવાદ હતો તે ફરી શરુ થયો છે. અગાઉ બંને વચ્ચેનું વાક યુદ્ધ વધતાં સમાજ દ્વારા બંને કલાકારોનું મઢડા સોનબાઈ મંદિર ખાતે સમાધાન કરાવવામાં આવ્યું હતું. 

વીડિયોમાં બંનેએ ઉલ્લેખ પણ કર્યો હતો કે, કાઠી અને ચારણો આદિકાળથી સાથે છે. બંનેએ મન દુઃખ પૂર્ણ થયાનું જાહેર કર્યું હતું. જોકે, હવે ફરી એકવાર દેવાયત ખવડ અને બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે વાક યુદ્ધ શરુ થયું છે. 

પહેલા બ્રિજરાજ દાન ગઢવીએ સ્ટેજ પરથી કટાક્ષ કર્યો, ત્યારબાદ દેવાયત ખવડે સ્ટેજ પરથી જ વળતો જવાબ આપ્યો હતો. ત્યારબાદ બ્રિજરાજ દાન ગઢવીએ દેવાયત ખવડની વાત પર પ્રતિક્રિયા આપી હતી. જેને લઈને હવે દેવાયત ખવડે પણ ફરી વળતો પ્રહાર કર્યો છે.

આ પણ વાંચોઃ VIDEO: 'રાખી સાવંત' માપે રહેજો તો મજા આવશે, સાંભળજો 'આપશ્રી' ને જ કહું છું-બ્રિજદાન ગઢવી

આ પણ વાંચોઃ VIDEO: કાજલ મહેરિયાએ મારા કાનમાં ઉમિયા માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી, ગાયક સાગર પટેલના આક્ષેપ

 આ પણ વાંચોઃ VIDEO: કાજલ મહેરિયાએ સાગર પટેલને આપ્યો જવાબ, સાબિત કરી બતાવો તો હું આ પ્રોફેશન છોડી દઈશ

હવે દેવાયત ખવડે પણ ફરી વળતો પ્રહાર કર્યો

હવે દેવાયત ખવડે બ્રિજરાજ દાન ગઢવીની વાત પર વળતો પ્રહાર કર્યો છે. દેવાયત ખવડે કહ્યું કે, 'હમણાં ચાલી રહેલા વિવાદનો બીજો વીડિયો સામે આવ્યો છે. મેં સાભળ્યો પછી મને લાગ્યું કે મારે તેનો જવાબ દેવો જરૂરી છે. વીડિયોમાં તેમાં તે બોલે છે કે એડ્રેસ છુપાવવું પડે છે. ભાઈ મારે શા માટે એડ્રેસ છુપાવવું પડે. મારો કાર્યક્રમ ક્યાં છે તે અપડેટ હોય છે. બાકી મારી ઓફિસ અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર છે. બીજી વાત 200 લોકોને લઈને સાથે લઈને ફરે છે તેવી વાત કરી છે. ભાઈ કારમાં ચારનું સિટિંગ હોય. 200 માણસો માટે કેટલી કાર જોઈએ. આ બધી તેમણે ઉપજાવેલી વાતો છે.

બીજી એક વાત કે તેણે કહ્યું કે સમાધાન માટે 50 લોકોને દોડાવ્યા. તું એટલી મોટી તોપ નથી કે હું સમાધાન માટે આટલા બધા લોકોને દોડાવું. 2 વર્ષ પહેલા સોનબાઈના મંદિરે સમાધાન કરવાનું હતું ત્યારે મોગલસેનાના પ્રમુખનો ફોન આવ્યો હતો. કોઈપણ રીતે આ મામલો પતાવવાનો છે. મેં કહ્યું કાંઈ વાંધો નહીં. મઢડાથી ફોન આવ્યો કે સોનબાઈના મંદિરે આવવાનું છે. આ વાત થયા પછી હું સોનબાઈના મંદિરે જવા માટે તૈયાર થયો. મારે જાજી વાત કરવી નથી. પબ્લિક માટે આવી ફાલતું વાતુ સાંભળવાનો ટાઈમ નથી. તમામ વાત છોડી દે. કોઈ લાંબી ચર્ચા કરવાની જરૂર નથી.'

આ સમાચાર શેર કરો