મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કાજલ મહેરિયાએ મારા કાનમાં ઉમિયા માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી, ગાયક સાગર પટેલના આક્ષેપ

વધુ એક ગુજરાતી કલાકારનો વિવાદ સામે આવ્યો છે. મહેસાણાના અને પાટીદાર સમાજમાંથી આવતા ગાયક સાગર પટેલ દ્વારા પોસ્ટ મુક

VIDEO: કાજલ મહેરિયાએ મારા કાનમાં ઉમિયા માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી, ગાયક સાગર પટેલના આક્ષેપ

વધુ એક ગુજરાતી કલાકારનો વિવાદ સામે આવ્યો છે. મહેસાણાના અને પાટીદાર સમાજમાંથી આવતા ગાયક સાગર પટેલ દ્વારા પોસ્ટ મુકવામા આવી છે. જેમાં તે ગાયક કાજલ મહેરિયા પર ગંભીર આક્ષેપો લગાવી રહ્યા છે. ગુજરાતી લોક ગાયક સાગર પટેલે પોતાની એક સોશિયલ મીડિયા પૉસ્ટમાં કાજલ મહેરિયા પર ગંભીર આક્ષેપ કર્યા છે. આ પોસ્ટમાં આક્ષેપ કરાયો છે કે કાજલ મહેરિયાએ મારા કાનમાં મારા વિશે અને ઉમિયા માતા પર અભદ્ર ટિપ્પણી કરી હતી. કાજલ મહેરિયાએ દ્વારકાના કાર્યક્રમમાં આ અભદ્ર ટિપ્પણી કરી હોવાની વાત વીડિયોમાં સાગર પટેલ કહી રહ્યો છે. સાગર પટેલે કહ્યું કે, કાજલ મહેરીયા એટલું ખરાબ બોલ્યા હતા કે તેમના શબ્દો હું અહીં તમને કહી નહીં શકું. હું તેને અંગત રીતે ઓળખતો નથી છતાય આવું વર્તન કર્યું. તેણે વધુમાં કહ્યું કે, મારી પાટીદાર સમાજને વિનંતી છે કે કાજલ મહેરીયાને તમારા ગામમાં પ્રોગ્રામ ન કરવા દો.

આ સમાચાર શેર કરો