મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના સૌથી જૂનાં ચર્ચમાં ઉમટી લોકોની ભીડ, ક્રિસમસની ધૂમધામથી થઈ ઉજવણી

આજે 25મી ડિસેમ્બર એટલે ક્રિસમસ વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મીની ભારત તરીકે

ગુજરાતના સૌથી જૂનાં ચર્ચમાં ઉમટી લોકોની ભીડ, ક્રિસમસની ધૂમધામથી થઈ ઉજવણી

આજે 25મી ડિસેમ્બર એટલે ક્રિસમસ વિશ્વભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને મીની ભારત તરીકે ઓળખાતા સુરત શહેરના ચોક બજાર ખાતે CNI ચર્ચને ક્રિસમસ નિમિત્તે સજાવવામાં આવ્યું છે. જ્યાં વહેલી સવારથી જ ખ્રિસ્તીઓની ભીડ પણ ચર્ચમાં જોવા મળી હતી. જેમણે પ્રભુ ઈસુના ચરણોમાં પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચોઃ ચીનથી આવતા હીરાથી ગુજરાતના ડાયમંડ ઉદ્યોગની હાલત કફોડી, સરકારની નીતિની 10 લાખ કારીગરોને અસર

ચર્ચમાં થઈ પ્રાર્થના

વર્ષ 1824માં સુરત શહેરના ચોક વિસ્તારમાં કેથલિક ચર્ચની સ્થાપના થઇ હતી. અહીં આજના દિવસે સવારે પ્રભુની આરાધના કરી એકબીજાને ક્રિસમસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આજના દિવસને ઉજવવા પાછળનું કારણ પ્રભુ ઈસુ આજના દિવસે પૃથ્વી ઉપર જન્મ લીધો હતો. માનવ જાતિના કલ્યાણ માટે જન્મ લીધો હતો. 

200 વર્ષ થયા ચર્ચને

ચર્ચના ફાધરે કહ્યું કે, આજે નાતાલ છે. પ્રભુ ઈશુ ખ્રિસ્તના જન્મની ઉજવણી સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. તેની સાથે જ આ ચર્ચમાં 25 ડિસેમ્બરથી લઈને 1 જાન્યુઆરી સુધી અમે ક્રિસમસની ઉજવણી કરીએ છીએ. આજે સુંદર મજાના ગીતો ગાયા સાથે જ એકમેકને પ્રભુના જન્મદિવસની શુભકામના પાઠવી હતી. આ ચર્ચ ગુજરાતમાં જૂનામાં જૂનું ચર્ચ છે. વર્ષ 1824માં આ ચર્ચ બાંધવામાં આવ્યું હતું. આજે 200 વર્ષ પૂર્ણ થયા છે. આ ચર્ચની બેન્ચીસ પણ 200 વર્ષ જૂની છે. બાઈબલ અને બેલ પણ 200 વર્ષ જૂનાં છે.

આ સમાચાર શેર કરો