મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં મિલેનિયમ સ્કૂલના બ્રાન્ડ નેમને લઈને વિવાદ, કોન્ટ્રાક્ટ કેન્સલેશનને લઈને ડિરેક્ટર-ટ્રસ્ટીઓ આમને સામને

સુરતના દાંડી રોડ પર આવેલી ધી મિલેનિયમ સ્કૂલ બ્રાન્ડ નામ મામલે વિવાદ સર્જાયો છે. ફ્રેન્ચાઈઝી કંપની અને ટ્રસ્

સુરતમાં મિલેનિયમ સ્કૂલના બ્રાન્ડ નેમને લઈને વિવાદ, કોન્ટ્રાક્ટ કેન્સલેશનને લઈને ડિરેક્ટર-ટ્રસ્ટીઓ આમને સામને

સુરતના દાંડી રોડ પર આવેલી ધી મિલેનિયમ સ્કૂલ બ્રાન્ડ નામ મામલે વિવાદ સર્જાયો છે. ફ્રેન્ચાઈઝી કંપની અને ટ્રસ્ટી આમને સામને આવતાં વિવાદ વકર્યો છે. ફ્રેન્ચાઈઝ બ્રાન્ડ ધરાવતી એજ્યુકેશન સોલ્યુશન કંપની ધી મિલેનિયમ સ્કૂલના સીઈઓ સાજી અલીએ આક્ષેપ કર્યો કે અમારા નિયમોનું પાલન ટ્રસ્ટ કરી રહ્યું નથી. જ્યારે ટ્રસ્ટીઓએ કહ્યું કે, અમે બધુ જ નિયમ અનુસાર કરીએ છીએ. પરંતુ અમારું નાક દબાવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃકેનેડાના વિઝાની લાલચ બે યુવતીને પડી ભારે, બિલ્ડર મારફતે સંપર્કમાં આવીને આ રીતે ગુમાવ્યા લાખો..

હાલની સંસ્થા અમારો ભાગ નથી-ડિરેક્ટર

ડિરેક્ટરોએ કહ્યું કે, “ધ મિલેનિયમ સ્કૂલ” નામથી ચાલતી હાલની સંસ્થા દ્વારા અમારા પ્રતિષ્ઠિત બ્રાન્ડ નામનો ગેરકાયદેસર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેથી હવે ધ મિલેનિયમ સ્કૂલ જે સાચી સંસ્થા છે તેઓ એટલે ધ મિલેનિયમ સ્કૂલો સુરતમાં વિશ્વ કક્ષાનું શિક્ષણ લાવી રહી છે. આ સંસ્થાને અમારા બ્રાન્ડ નામનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.અમે સ્પષ્ટ કરવા માંગીએ છીએ કે 'મિલેનિયમ લર્નિંગ સિસ્ટમ' અને ધ મિલેનિયમ સ્કૂલ્સની સાંકળનો આ સંસ્થા સાથે કોઈ સંબંધ નથી. 

અમારા પર દબાણ લવાતું-ટ્રસ્ટીઓ

12 વર્ષથી ચાલતી ધ મિલેનિયમ સ્કૂલના મેનેજમેન્ટે સારા અભ્યાસક્રમ માટે ફ્રેન્ચાઈઝી સાથે કરાર કર્યો હતો.એમાં ફ્રેંચાઈઝીએ અભ્યાસક્રમ વખતો વખત અપગ્રેડ કરવાની હતો. સાથે અન્ય સેવાઓ પૂરી પાડવાની હતી. પરંતુ ફ્રેન્ચાઇઝી છેલ્લા બાર વર્ષથી કોઈ ફેરફાર કર્યા વિના  માત્ર કન્સલ્ટન્સી ફી વસૂલી  રહી હતી. ફ્રેન્ચાઇઝી દ્વારા સ્કૂલ સંચાલકો પાસેથી ફી વસૂલવા માટે સ્કૂલ મેનેજમેન્ટ પર દબાણ કરવામાં આવી રહ્યું છે. સીઈઓ અમિત ગજ્જરે કહ્યું કે,ફ્રેન્ચાઇઝીએ સ્કૂલ મેનેજમેન્ટ સાથેનો કરાર સામેથી સમાપ્ત કર્યો છે. એવું તેઓ જણાવે છે. પરંતુ, એ સંદર્ભનો પત્ર વ્યવહાર અમને મળ્યો નથી.

આ સમાચાર શેર કરો