કેનેડાના વિઝાની લાલચ બે યુવતીને પડી ભારે, બિલ્ડર મારફતે સંપર્કમાં આવીને આ રીતે ગુમાવ્યા લાખો..
કરિયર બનાવવા માટે યુવાનોમાં કેનેડાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે કેનેડા જવાના ચક્કરમાં ક્યાર

કરિયર બનાવવા માટે યુવાનોમાં કેનેડાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. ત્યારે કેનેડા જવાના ચક્કરમાં ક્યારેક છેતરપિંડીનો ભોગ બનવું પડતું હોય છે. કેનેડાના વિઝાની લાલચમાં વડોદરાની બે યુવતીઓએ રૂા.95.98 લાખની રકમ ગુમાવી છે. યુવતીના કાકા રમેશ પટેલે ટ્રાઇટોન ઇમિગ્રેશનના સંચાલક કપિલ વસોયા, તેનો ભાઈ નિર્મલ, માતા મુક્તાબેન અને મુકેશ એમ મેંદપરા સામે સરથાણા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.
ચેક નાખવા ન દીધો
વડોદરામાં રહેતી બે યુવતીઓએ સુરતમાં બિલ્ડર મારફતેએજન્ટના સંપર્કમાં આવી હતી. ટ્રાઇટોન ઇમિગ્રેશનના સંચાલક કપિલ વસોયા અને તેના ભાઈ નિર્મલ વસોયાએ બન્ને યુવતીને કેનેડાના વિઝાના સપના બતાવી વર્ષ 2020થી અત્યાર સુધીમાં ટુકડે ટુકડે કરી 95.98 લાખની રકમ પડાવી હતી. લાખોની રકમ આપવા છતાં કેનેડા ન મોકલતા અને રૂપિયા પણ પરકત નહીં આપતાં છેવટે યુવતીએ પોલીસમાં અરજી કરી હતી.
ફ્લેટ વેચી ઠગાઈ
કપિલ વસોયાએ 3 મહિનામાં રૂપિયા આપી દેવા વાયદો કર્યો હતો. પણ રૂપિયા ન આપતા કપિલ વતી 50 લાખનો ચેક આપી મુકેશ મેંદપરાએ જવાબદારી લીધી હતી. પરંતુ ચેક નાખવા દીધો ન હતો.બાદમાં કપિલ વસોયાએ રૂપિયાના બદલામાં પોતાનો અને માતા મુક્તા વસોયાનો સંયુક્ત ફલેટ વેચાણ આપવાનું નક્કી કર્યુ હતું. યુવતીના પરિવારે ફલેટ પર 70 લાખની લોન મુકતાં બેંકે તપાસ કરતા આ ફલેટ 2018માં બીજાને વેચી દઇ ઠગાઇ કર્યાનું સામે આવ્યું હતું.








