મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના સમાજસેવક સામે હનિટ્રેપનો કેસ, પ્રવિણ ભાલાળાએ 14 લાખની ખંડણી વસૂલ્યાની ફરિયાદ

સુરતના સમાજસેવક પ્રવિણ ભાલાળાનું વધુ એક ભોપાળું ખુલ્યું છે. સાયબર ફ્રોડના કેસમાં પ્રવીણ ભાલાળાનું નામ આ

સુરતના સમાજસેવક સામે હનિટ્રેપનો કેસ, પ્રવિણ ભાલાળાએ 14 લાખની ખંડણી વસૂલ્યાની ફરિયાદ

સુરતના સમાજસેવક પ્રવિણ ભાલાળાનું વધુ એક ભોપાળું ખુલ્યું છે. સાયબર ફ્રોડના કેસમાં પ્રવીણ ભાલાળાનું નામ આવતા તે હાલ ભાગતો ફરી રહ્યો છે. ત્યારે તેણે ફેસબુક પર વિડીયો મૂકીને ખુલાસો કર્યો હતો. દરમિયાન પ્રવીણ ભાલાળા અને અન્ય એક દક્ષા નામની મહિલા સામે હની ટ્રેપ કરીને 14 લાખ પડાવ્યાની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. 

મહિલા પ્રવિણને ત્યાં કામ કરતી

વેપારીને પ્રવિણ ભાલાળા ઉપર શંકા જતા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વેપારીને હનીટ્રેપનો શીકાર કરનાર દિવ્યા ઉર્ફે દક્ષા પ્રવિણ ભાલાળાને ત્યાં જ કામ કરે અને પ્રવિણ ભાલાળા દિવ્યા ઉર્ફે દક્ષા અને અન્ય છોકરીઓ સાથે મળીને આવા પ્રકારના જ કામ કરે છે. જોકે પ્રવિણ ભાલાળા સામાજીક આગેવાન તરીકે કામકાજ કરતા હોઈ તેઓ ઉંચી વગ ધરાવતા હોવાથી જે તે સમયે વેપારીએ કોઇ કાર્યવાહી કરી ન હતી. દરમિયાન સમાચારમાં 6 કરોડની છેતરપિંડીના કેસમાં પ્રવીણ ભાલાળા ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હોવાની જાણ થતા વેપારીમાં હિંમત આવી હતી અને પ્રવીણ ભાલાળા અને દિવ્યા ઉર્ફે દક્ષા નામની મહિલા વિરુદ્ધ વરાછા પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપની ફરિયાદ નોંધાવી હતી.

પ્રવિણ ભાલાળા જે કેસમાં ભાગતો ફરી રહી છે તે કેસ શું છે?

મળતી માહિતી અનુસાર, ઓરિસ્સા કટક ખાતે રહેતા 60 વર્ષીય વૃદ્ધ વેંકટેશ્વર શીલાનો સોશીયલ મીડીયા ફેસબુક તથા વોટ્સએપ દ્વારા સંપર્ક કરી ઠગ ટોળકીએ ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડ્રીંગ કરવાથી સારો નફો થશે તેવી લાલય આપી વૃદ્ધ પાસે ટ્રેડીંગ એકાઉન્ટ ખોલાવી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે વૃદ્ધ પાસેથી અલગ- અલગ બેંકોમાં કુલ રૂ.6.16 કરોડ ઓનલાઈન પડાવી લઈ છેતરપિંડી કરી હતી. આ મામલે વૃદ્ધે ઓરિસ્સા કટક સીઆઈડી સાયબર ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

આ સમાચાર શેર કરો