મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ઓનલાઈન હનિટ્રેપમાં ફસાયેલા યુવકનો આપઘાત, રાજસ્થાનના મામા અને 17 વર્ષનો ભાણેજ દબોચાયા

સુરતના કતારગામ વિસ્તારમાં આઠ દિવસ અગાઉ 23 વર્ષે યુવાને ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં યુવ

સુરતમાં ઓનલાઈન હનિટ્રેપમાં ફસાયેલા યુવકનો આપઘાત, રાજસ્થાનના મામા અને 17 વર્ષનો ભાણેજ દબોચાયા

સુરતના કતારગામ વિસ્તારમાં આઠ દિવસ અગાઉ 23 વર્ષે યુવાને ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. પોલીસ તપાસમાં યુવાને આ પગલું ઓનલાઈન હનિટ્રેપમાં ફસાયા બાદ ભર્યું હોવાનો ખુલાસો થતાં કતારગામ પોલીસે ગુનો નોંધી રાજસ્થાન અલવરના છત્તરપુરના 38 વર્ષે યુવાન અને તેના 17 વર્ષે ભાણેજને ઝડપી લીધા હતા. મામા તેના ભાણેજને પોતાના ઘરે બેસાડીને કોલ કરાવતો હતો. ભાણેજ google પર લગ્ન વિડીયો શરૂ કરી તેને વિડીયો કોલમાં બતાવી રેકોર્ડિંગ કરતો અને બાદમાં મામા પૈસાની માંગણી કરતો હતો.

નંબરના આધારે તપાસ

પોલીસ કમિશનરે કહ્યું કે કતારગામ વિસ્તારમાં રહેતા 23 વર્ષે યુવાને ગત 9મીની વહેલી સવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા કતારગામ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. યુવાન ઓનલાઈન અને ટ્રેપ કરતી ગેંગના ચુનાલમાં ફસાયો હતો. તેમની પૈસાની માંગણી અને ધમકીથી ડરીને તેણે આપઘાત કરી લીધો હતો. આ ખુલાસા બાદ કતારગામ પોલીસે અજાણ્યાઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. મોબાઈલ નંબરના આધારે એક ટીમને તપાસ માટે રાજસ્થાન મોકલી હતી.

ભાણેજ વિડીયો બનાવતો

રાજસ્થાન મોકલેલી ટીમે ટેકનિકલ સર્વેન્સના આધારે ગતરોજ આ ગુનામાં સામેલ બરકત કાલુખાન અને તેના ભાણેજ 17 વર્ષનો હોવાથી તેનું નામ જાહેર થયું નથી. તેને ઝડપી લીધા હતા. બંનેની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, બરકત ખાન તેના ભાણેજને પોતાના ઘરમાં બેસાડીને કોલ કરાવતો હતો. માત્ર 10 ચોપડી ભણેલો ભાણેજ વિડીયો કોલ લાગતા અન્ય મોબાઇલ ફોનમાં google ઉપર નગ્ન વીડીયો શરૂ કરી વિડીયોકોલ બતાવીને રેકોર્ડિંગ કરી લેતો. બાદમાં બરકત તેના આધારે સામેની વ્યક્તિને બદનામ કરવાની ધમકી આપી પૈસા માંગતો હતો. હાલ કતારગામ પોલીસે બંનેની પૂછપરછ શરૂ કરી છે.

આ સમાચાર શેર કરો