સુરતમાં વેપારી સાથે હનિટ્રેપ, શારીરિક સંબંધો બાંધી બ્લેકમેઈલ કરવાના નામે 3.50 લાખ પડાવ્યા
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા વેપારીને ઠગબાજ યુવતી ભેટી ગઈ હતી. આ યુવતીએ શ

સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા વેપારીને ઠગબાજ યુવતી ભેટી ગઈ હતી. આ યુવતીએ શરૂઆતમાં તેની સાથે મિત્રતા કર્યા બાદ અવારનવાર તેની સાથે ફરી શારીરિક સંબંધો બાંધી અવારનવાર પૈસા પડાવ્યા હતા. જોકે ત્યારબાદ વેપારીને બ્લેકમેલ કરી તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું અને જો લગ્ન નહીં કરે તો બળાત્કારમાં કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, સમાજમાં અને તેમના ઘરે બદનામ કરવાની ધમકીઓ આપી તેમની પાસેથી 3.50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર વેપારીએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શત્રૂપા સામે હનીટ્રેપનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વસ્તુના નામે રૂપિયા પડાવ્યા
મળતી માહિતી પ્રમાણે, મૂળ ભાવનગર જિલ્લાના નારી ગામના વતની અને હાલમાં સુરતના કતારગામ સિંગણપોર ચાર રસ્તા પાસે આવેલ સોસાયટીમાં રહેતા 42 વર્ષીય વેપારી વર્ષ 2023માં સોશિયલ મીડિયા મારફતે સરથાણા જકાતનાકા માનસરોવર સોસાયટી ખાતે રહેતી શત્રૂપા(નામ બદલેલ છે)ના સંપર્કમાં આવ્યા હતા. શરૂઆતમાં શત્રૂપાએ અવારનવાર વેપારી સાથે વાતચીત કરી તેની સાથે મિત્રતા કરવા માટે જણાવ્યું હતું. જેથી વેપારીએ પણ તેની સાથે વાતચીત કરી હતી અને ત્યારબાદ તેઓની મુલાકાત પણ થઈ હતી. આ મુલાકાત દરમિયાન અવારનવાર કૃપા વેપારી સાથે શોપિંગ કરવા જતી હતી અને તેની પાસેથી અવારનવાર પૈસા પડાવી લીધા હતા. આ ઉપરાંત વેપારી સાથે ફાર્મ હાઉસ, દમણ અને સુરતની અલગ અલગ હોટલોમાં તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જેના બદલામાં અનેકવાર શત્રૂપાએ વેપારી પાસેથી અલગ અલગ વસ્તુના બહાને લાખ્ખો રૂપિયા પણ લીધા હતા.
લગ્ન કરવા દબાણ કર્યુ
જોકે આ દરમિયાન વેપારી દુબઈ હતા ત્યારે શત્રૂપા એ તેની સાથે ઝઘડો કરી તેની સાથે લગ્ન કરવા માટે માંગણી કરી હતી. વેપારીને તેની પાસેથી પૈસા પડાવવામાં આવતો હોવાનો અણસાર આવી જતા તેઓએ સુરત આવી શત્રૂપાને મળી બંનેને એકબીજાની પોતાની મરજીથી છુટા થવાનો નિર્ણય લીધો હતો. જોકે ત્યારબાદ શત્રૂપા અવારનવાર વેપારીને પોતાની સાથે લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું. પરંતુ વેપારીએ લગ્નની ના પાડી દેતા તેણે મકાન અપાવવા માટે માંગણી કરી હતી. વેપારીને મકાન પણ નહીં અપાવતા શત્રૂપાએ તેને બળાત્કારના કેસમાં ફસાવી દેવાની અને સમાજમાં તથા તેના ઘરે બદનામ કરવાની ધમકીઓ આપી તેની પાસેથી 3.50 લાખ રૂપિયાની માગણી કરી હતી.
ચાર્જશીટ પણ થઈ
આખરે વેપારી એ આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શત્રૂપા સામે હનીટ્રેપનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. કૃપાએ અગાઉ અન્ય વ્યક્તિ સામે બળાત્કારની ફરિયાદ પણ નોંધાવી હતી. આ ઉપરાંત ભોગ બનનાર વ્યક્તિએ શત્રૂપા સામે ચોકબજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. શત્રૂપા સામેની હનીટ્રેપની ફરિયાદમાં ચાર્જશીટ પણ થઈ ચૂકી છે. ત્યારે શત્રૂપાએ વધુ એક વ્યક્તિને પોતાનો શિકાર બનાવ્યો હોવાથી પોલીસે તેની સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.








