સુરતમાં ન્યૂડ વીડિયો બનાવી આ રીતે બનાવાતા હનિટ્રેપનો શિકાર, ટોળકીનો વધુ એક સાગરિત દબોચાયો
સુરતમાં થોડા સમયથી હનિટ્રેપના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ઓનલાઈનથી લઈને યુવકોને બદનામ કરવાના

સુરતમાં થોડા સમયથી હનિટ્રેપના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ઓનલાઈનથી લઈને યુવકોને બદનામ કરવાના નામે નિશાને લેવામાં આવતાં હતાં. ત્યારે કાપોદ્રા પોલીસે હનિટ્રેપ કરનારી ટોળકીના આરોપીઓને એક પછી એક ઝડપવાનું શરૂ કર્યું છે. ત્યારે વધુ એક આરોપી પકડવામાં સફળતા મળી છે.
ત્રીજો આરોપી ઝડપાયો
કાપોદ્રા વિસ્તારમાં ફરિયાદીનો નગ્ન વીડિયો બનાવી 6.97 લાખ પડાવી લીધા હતા. વધુ રૂપિયા માંગતા ત્રણ સામે ફરિયાદ થઈ હતી. કલ્પેશ ખાખડીયા, અક્ષય ઠાકોર અને એક અજાણ્યા સામે ફરિયાદ થઈ હતી. પોલીસે બે આરોપીને અગાઉ ઝડપી પાડયા હતા. ત્યારે અક્ષય ચૌહાણને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. જો કે, પોલીસે વોન્ટેડ અક્ષય ચૌહાણને ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો.
યુપીઆઈથી રૂપિયા પડાવ્યા
પોલીસે કહ્યું કે, ફરિયાદીના કપડા ઉતરાવી તેના નગ્ન વીડિયો ઉતારી લીધા હતાં. બાદમાં ગૂગલ પેથી 6.97 લાખ પડાવી લીધા હતાં. જેથી ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અન્ય આરોપીને સૌરાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી હતી. તથા આ કેસમાં કેટલા આરોપી સંડોવાયેલા છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી છે.








