નસવાડીના સત્તાધિશોની વેપારીઓ સાથે મિલિભગત, APMCમાં ખેડૂતના પાકની નથી થતી હરાજી
નસવાડી એપીએમસીના સત્તાધીશો વેપારીઓ જોડે મળીને એપીએમસીમાં હરાજી શરૂ કરાવતા ન હોવાનું સામે આવ્યું
નસવાડી એપીએમસીના સત્તાધીશો વેપારીઓ જોડે મળીને એપીએમસીમાં હરાજી શરૂ કરાવતા ન હોવાનું સામે આવ્યું છે. સત્તાધિશો ફક્ત ખુરશી સંભાળીને સત્તા ભોગવી રહ્યા હોય તેવો ઘાટ સર્જાયો છે. ભાજપનું બોર્ડ હોવા છતાંય ખેડૂતોના હિત માટે કામગીરી કરાતી નથી. જેથી ખેડૂતો છેતરાઈ રહ્યા છે.
આ પણ વાંચોઃશિયાળો શરૂ થતાં જ શાકભાજીના ભાવમાં ભડકો, માર્કેટમાં આવક ઘટતાં ભાવ 40 ટકા જેટલા ઉંચકાયા
ખેડૂતોના 10 કરોડ ફસાયા
નસવાડી તાલુકામાં લે ભાગુ વેપારીઓએ ખેડૂતોના કપાસ અને તુવરના દોઢ કરોડ રૂપિયાનું ઉઠમણું કરીને ખેડૂતોને કપાસના અને તુવરના નાણાં ચૂકવ્યા નથી. આવી ઘટના સંખેડા તાલુકાના કલેડિયા અને નસવાડી અને સંખેડાના બાધરપુર ખાનગી વેપારીઓની પેઢી ઉઠી જતા ૧૦ કરોડથી વધુના નાણાં ખેડૂતોએ ગુમાવ્યા છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલી એપીએમસીમાં ખેડૂતના માલની હરાજી થતી નથી. ફક્ત સત્તાની ખુરશી સાંભળીને એપીએમસીમાં ના ડીરેક્ટરો બેસી રહ્યા છે.
ખેડૂતોના નામે જલસા
210 ગામોમાં સોયાબીન, કપાસ, તુવરના મુખ્ય પાકો થાય છે. ખેડૂતો ખાનગી વેપારીઓને વેચવા મજબૂર એપીએમસીમાંમાં હરાજી થાય તો ખેડૂતોને સારા ભાવ મળે છે. પરંતુ એપીએમસીમાંના સત્તાવાળાઓ ચૂંટણી આવે ત્યારે ખેડૂતોને યાદ કરે છે. ખેડૂતો માટે વિશ્રામ ગૃહ કે રહેન બસેરા બનાવતા નથી સરકારે એપીએમસીને ખેડૂતના હિત માટે જે જમીન આપેલી છે. તેમાં દુકાનો બનાવી અને ગોડાઉનો બનાવીને ભાડું કમાઈ છે. જ્યારે શાકભાજી વેચવા આવતા ફેરિયાઓને પણ એપીએમસીમાં બેસે તો ભાડું માંગવામાં આવે છે.








