મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શિયાળો શરૂ થતાં જ શાકભાજીના ભાવમાં ભડકો, માર્કેટમાં આવક ઘટતાં ભાવ 40 ટકા જેટલા ઉંચકાયા

દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમા આ વર્ષે ખૂબ વરસાદ પડ્યો હતો. વારંવારના માવઠાના માર બાદ હાલમાં સર્જાય

શિયાળો શરૂ થતાં જ શાકભાજીના ભાવમાં ભડકો, માર્કેટમાં આવક ઘટતાં ભાવ 40 ટકા જેટલા ઉંચકાયા

દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમા આ વર્ષે ખૂબ વરસાદ પડ્યો હતો. વારંવારના માવઠાના માર બાદ હાલમાં સર્જાયેલી બેવડી ઋતુની સીધી અસર શાકભાજીની આવક ઉપર પડતાં શાકના ભાવે ફરી ગૃહિણીઓનું બજેટ વધારી દીધું છે. દિવસે ગરમી અને મોડી રાત્રિ બાદ થોડો સમય માટેના ઠંડકને કારણે વાતાવરણ અનુકૂળ નહીં બનતા શાકભાજીની ઉપજમાં મોટો ફેર પડયો છે.

આ પણ વાંચોઃનોનવેજ સિઝલર ખાધા બાદ એક પછી એક 20 મહિલા થઈ બેભાન, જાણો ગુજરાતમાં ક્યાં બની આ ઘટના

ભાવમાં આકરો વધારો

સ્થાનિક બજાર મુજબ ભાવ વધારો શિયાળામાં લોકો જેનો મોટાપાયે ઉપયોગ કરે છે એવા ગાજરના ભાવ એક મહિનામાં 500થી 600ના 800થી 1000 થયા છે. જે મુજબ પ્રતિ શાકભાજીના કિલોએ રૂ. 100થી 200 સુધીનો ભાવ વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં પાપડી ભાગળ બજારમાં રૂ. 175, કતારગામ અને વરાછામાં અને મોટા વરાછામાં રૂ. 160, નાનપુરામાં રૂ. 180, અડાજણ, પાલમાં પણ રૂ. 180 અને વેસુ અને ભીમરાડ બજારમાં સારી ક્વોલીટીની પાપડીના ભાવ રૂ. 175થી 190 સુધી પહોંચી ગયા છે. જયારે તુવેના ભાવમાં પણ બજાર પ્રમાણે રૂ. 125થી 150 પ્રતિ કિલો પહોંચી ગયા છે. ઓક્ટોબરમાં રૂ. 120ના ભાવે વેચાતા ભીંડા પણ બજાર મુજબ 120થી 140 સુધી થયા છે.

ઘટવાની જગ્યાએ ભાવ વધ્યા

હાલ પાપડી, તુવેર, વાલોડ, ભીંડા અને ગાજર જેવા શિયાળાના શાકભાજીના ભાવમાં એક મહિનામાં સીધો ત્રણસોથી ચારસો રૂપિયા સુધીનો વધારો થયો છે. ઓક્ટોબર મહિના તા. 10મીએ પાપડીના ભાવ પ્રતિ 20 કિલો કવોલીટી મુજબ રૂ. 2000થી 3000 હતા તા. 10મી નવેમ્બરના રોજ 2500થી 4000 થઈ ગયા છે. આવી જ રીતે તુવેરના ભાવ રૂ. 1200થી 1400 હતા એ વધીને 1300થી 1500 થયા છે. જયારે ભીંડાની આવકને પણ અસર થતા 500થી 600ના વધીને 600થી 700 થયા છે. 

આ સમાચાર શેર કરો