Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / છોટા ઉદેપુર : Video/ Home Guard Raising Day celebrated, cleanliness drive and route march

Video/ Chhota Udaipurમાં હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી, જવાનો દ્વારા સફાઈ અભિયાન અને રૂટ માર્ચનું આયોજન

Timeછેલ્લું અપડેટ : 06 Dec 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

છોટાઉદેપુર નગર ખાતે આજે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ ખાસ દિવસ નિમિત્તે હોમગાર્ડના જવાનોએ સમાજ સેવા અને જનજાગૃતિના સંદેશ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.

App Store

સફાઈ અભિયાન અને રૂટ માર્ચ

હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે, જવાનો દ્વારા નગરની વિવિધ કચેરીઓ અને જાહેર સ્થળોએ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન દ્વારા સ્વચ્છતાનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો.

ત્યારબાદ, જવાનોએ નગરમાં શિસ્તબદ્ધ રીતે રૂટ માર્ચનું આયોજન કર્યું હતું. આ રૂટ માર્ચ હોમગાર્ડ કચેરીથી શરૂ થઈને સેવાસદન, નગરપાલિકા, ક્લબ રોડ, એસબીઆઈ બેન્ક ચોકડી અને એસટી ડેપો થઈને પરત ફરી હતી, જે દરમિયાન નગરજનોમાં સુરક્ષા અને શિસ્તનો સંદેશ પહોંચાડાયો હતો.

હોમગાર્ડનો ઇતિહાસ

આ પ્રસંગે હોમગાર્ડના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરવામાં આવ્યો હતો. હોમગાર્ડની સ્થાપના વર્ષ 1947 માં ભારત રત્ન અને ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવી હતી.

આ ઉજવણી વિશે માહિતી આપતા છોટાઉદેપુરના ઓફિસર કમાન્ડર મંગુભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે, હોમગાર્ડના જવાનો હંમેશા રાષ્ટ્ર અને સમાજની સેવામાં તત્પર રહે છે અને આ દિવસ તેમની સેવા ભાવનાને બિરદાવવાનો છે.