VIDEO: Chhotaudepurની મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે ચેડાં? એક્સપાયરી ડેટના મળ્યા ખાદ્ય પદાર્થ
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ગોજારિયા ગામે ચાલતી અલ્પસાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડેલ સ્કૂલના રસોડામાં એક્સપાયરી ડેટના ચોખા મળી આવ્યા હતો. ગોળના પેકીંગ ઉપર મેનુફેક્ચરિંગ ડેટ અને એક્સપાયરી ડેટ વગરનો ગોળ હતો. જયારે ઘઉંના પેકીંગમાં કોઈ પણ મેનુફેક્ચર ડેટ મારેલ ન હતી. કવાંટ તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ અને ભાજપના નેતા પીન્ટુભાઇ રાઠવા રસોડાના ગોડાઉનની મુલાકાત લેતા સમગ્ર ભોપાળું બહાર આવ્યું હતું.
વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ
1700 જેટલા વિદ્યાર્થીઓને રહેવા જમવાની સુવિધા વાળી આદિજાતિ વિભાગ દ્વારા આ શાળાઓ ચલાવવામાં આવે છે યુવરાજ કેટરિંગ ના સંચાલકો એ પણ એક્સપાયરી ડેટ વાળો સમાન રસોડામાં હોવાનું કબુલ્યું હતું. પિન્ટુ રાઠવાએ વિઝીટ દરમિયાન ઉચ્ચ અધિકારીઓને ફોનથી જાણ કરી હતી. યુવરાજ કેટરિંગને દર વર્ષે 16 કરોડનો કોન્ટ્રાકટ વગર ટેન્ડરે આપવામાં આવેલો છે. આ કેટરિંગના માલિકના ગાંધીનગર સુધી હાથ લંબાયેલા હોવાથી અધિકારીઓ પણ વગર ટેન્ડરે કોન્ટ્રાકટ ચલાવી રહ્યા છે.
આચાર્ય ધ્યાન આપતા નથી
શાળાના આચાર્યની જવાબદારી હોવા છતાંય તેઓ કાળજી લેતા નથી. એક્સપાયરી ડેટ નો સમાન રસોડામાં વપરાતો હોવા છતાંય ધ્યાન આપતા નથી. 1700 કન્યા ઓને પીવાના પાણી માટે વોટરકુલર આપવામાં આવેલા છે તે બંધ હાલતમાં છે. દરવર્ષે 10 લાખનું વેચાતું પાણી જગથી મંગાવીને પીવા માટે વ્યવસ્થા કરવામાં આવે છે. સરકાર દ્વારા કરોડો રૂપિયા ગ્રાન્ટ આ શાળાઓ માટે આપેલ છે પરંતુ પીવાના પાણી ની સુવિધા માટે ફાળવેલા કુલરો રીપેર કરાવતા નથી.
અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલયમાં પણ ખરાબ હાલત
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ નસવાડી છોટાઉદેપુર અને બોડેલી તાલુકામાં 12 જેટલી અલ્પ સાક્ષરતા કન્યા વિદ્યાલય અને મોડલ સ્કૂલો ચાલે છે અને 8 હજાર જેટલા બાળકો અભ્યાસ કરે છે અને રહેવા જાણવાની સુવિધા સાથે હોસ્ટેલ આવેલી છે.જયારે દરવર્ષે 16 કરોડ નો કોન્ટ્રાકટ ટેન્ડર વગર આપનાર અધિકારી સામે કોઈ તપાસ થતી નથી ભ્રષ્ટાચાર ની ગંગોત્રી ગાંધીનગર થી ચાલી રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં ભાજપ ના નેતાઓ દિવસે દિવસે ભ્રષ્ટાચાર ને બહાર લાવી રહ્યા છે ત્યારે હવે જોવાનું રહ્યું કે ફૂડ એન્ડ દ્રગ વિભાગ બાળકીઓને આપવામાં આવતો ખોરાકનું ટેસ્ટિંગ કરશે કે નહિ.રસોડામાં ગંદકી જોવા મળી જયારે રસોઈ બનાવવા માટે રાંધણ ગેસ ના બોટલ સબસીડી વાળા વાપરવામાં આવતા હતા જયારે સરકાર ના નિયમ મુજબ આ રાંધણ ગેસ ના બોટલ કોમર્શિયલ બોટલ થી રસોઈ બનાવવાની હોય છે આવી રીતના રાંધણ ગેસ ના બોટલ માં પણ ગેરરીતિ જોવા મળી હતી

