મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પશુપાલકોને ગત વર્ષ જેટલો જ નફો ચુકવવામાં આવશે, સાબર ડેરીના વાઇસ ચેરમેનની જાહેરાત

સાબર ડેરીમાં પશુપાલકો આંદોલન કરી રહ્યાં છે. પશુપાલકોના આ

પશુપાલકોને ગત વર્ષ જેટલો જ નફો ચુકવવામાં આવશે, સાબર ડેરીના વાઇસ ચેરમેનની જાહેરાત

સાબર ડેરીમાં પશુપાલકો આંદોલન કરી રહ્યાં છે. પશુપાલકોના આંદોલનને લઇને મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સાબર ડેરીના વાઇસ ચેરમેન ઋતુરાજ પટેલે મોટી જાહેરાત કરતા જણાવ્યું કે ગત વર્ષે ચુકવવામાં આવ્યો હતો તેટલો નફો આ વખતે પણ ચુકવવામાં આવશે. ગત વર્ષે સાબર ડેરીએ પશુપાલકોને 602 કરોડ ભાવ ફેર ચુકવ્યો હતો.

સાધારણ સભા બાદ ભાવ ફેર ચુકવાશે

પશુપાલકોને સાધારણ સભા બાદ ભાવ ફેર ચુકવવામાં આવશે.જોકે, સાધારણ સભા ક્યારે યોજાશે તેને લઇને કોઇ સ્પષ્ટ વાત કરવામાં આવી નથી. સાબર ડેરીના વાઇસ ચેરમેને ગોળ ગોળ વાત કરી આંદોલન પુરૂ કરાવવા પ્રયાસ કર્યો હતો. સાબર ડેરીમાં બેઠક કરવાની જગ્યાએ ઇડર અને વડાલીમાં બેઠક યોજવામાં આવી હતી. સાબર ડેરીના જવાબદાર ચેરમેન શામળભાઇ પટેલની પણ આ દરમિયા ગેરહાજરી આંખે ઊંડીને વળગી હતી.

શું છે વિવાદ?

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાની સાબરડેરીમાં ગત વર્ષે સંચાલક મંડળ દ્વારા 14 તાલુકાના સભાસદોને 17 ટકા મુજબ 602 કરોડ રૂપિયાના દૂધ ભાવ ફેર નફો વહેંચવામાં આવતો હતો. ગમે તે કારણોસર કે પછી કથિત બાકી ઓડિટના નામે ચાલુ વર્ષે જુલાઈ માસમાં મોડે મોડે સાબર ડેરીના શાસકો દ્વારા 9.75 ટકા મુજબ 350 કરોડ રૂપિયાની જાહેરાત કરાઈ હતી. આ સાથે જ આ વર્ષે 7.25 ટકા નફો ઓછો જાહેર કરાતાં કે 252 કરોડ રૂપિયા ઓછા ચૂકવાતા લાખો સભાસદોમાં છુપો અસંતોષ વર્તાયો હતો.

સાબર ડેરી દ્વારા ભાવફેરમાં પશુપાલકોને અન્યાય મામલે પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. છેલ્લાં કેટલાક દિવસથી આ મુદ્દે આંદોલન ચાલી રહ્યું છે. આ સિવાય એક પશુપાલકના મોત અને કેટલાક લોકોની અટકાયતને પગલે બંને જિલ્લામાં ઠેર ઠેર વિરોધ ઉગ્ર બનતો જોવા મળી રહ્યો છે. 74 આગેવાનો અને 1000 લોકોના ટોળા વિરૂદ્ધ ફરિયાદ નોંધાતા પશુપાલકો વધુ ગુસ્સે ભરાયા છે. 

આ સમાચાર શેર કરો