VIDEO/ Arvalliના મેઘરજમાં પશુપાલકોએ રસ્તા પર દુધ ઢોળી સાબર ડેરી સામે વિરોધ વ્યક્ત કર્યો
Arvalli News: સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ દિવસેને દિવસે વધતો જાય છે. સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લાઓના પશુપાલ
Arvalli News: સાબર ડેરી સામે પશુપાલકોનો વિરોધ દિવસેને દિવસે વધતો જાય છે. સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લાઓના પશુપાલકો પણ વિરોધ પર ઉતરી આવ્યા છે. સાબરકાંઠા બાદ હવે અરવલ્લી જિલ્લામાં પશુપાલકોનો ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે, મેઘરજ નગર માલપુર ચોકડી ખાતે સાબર ડેરીનો વિરોધ કરવામાં આવ્યો હતો. પશુપાલકોએ ડેરીના દૂધ ભરેલ ટેમ્પોને રોકી કેનમાંથી રોડ ઉપર દૂધ ઢોળીને વિરોધ નોંધાવ્યો હતો. અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં પશુપાલકોના ભાવ ફેર મામલે આક્રોશ સતત વધી રહ્યો છે. સાબરડેરી દ્વારા પશુપાલકોને સમજાવવામાં ડેરીના સત્તાધીશો નિષ્ફળ નિવડ્યા છે. ઠેર-ઠેર પશુપાલકોનો સાબરડેરી સામે જન આક્રોશ સામે આવી રહ્યો છે.
પશુપાલકોના વિરોધને કોંગ્રેસનું સમર્થન મળ્યું
સાબરડેરી સામે પશુપાલકોના વિરોધમાં કોંગ્રેસનું સમર્થન જોવા મળ્યું છે. સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકો માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. પશુપાલકો સામે કરાયેલી કાર્યવાહી સહિત ફરિયાદ બાબતે રજૂઆત કરી છે. જિલ્લા પોલીસવડા, કલેક્ટર સહિત સાબર ડેરીમાં આવેદનપત્ર આપશે. ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરીની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી સામે કોંગ્રેસ સવાલ ઉઠાવશે.






