મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પશુપાલકોનો રોષ ચરમસીમાએ, સાબર ડેરીના ચેરમેનની કાઢી સ્મશાન યાત્રા

રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લીમાં પશુપાલકોનો વિરોધ સતત નોંધાઈ રહ્યો છે. હજારો લિટર દૂધ રોડ પર ઢોળ્યું હતું. તો બીજી

રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લીમાં પશુપાલકોનો વિરોધ સતત નોંધાઈ રહ્યો છે. હજારો લિટર દૂધ રોડ પર ઢોળ્યું હતું. તો બીજી તરફ હુંજ ગામમાં શામળ પટેલની સ્મશાન યાત્રા પશુપાલકોએ કાઢી હતી. ટેન્કરોના વાલ ખોલી દેતા દૂધની નદીઓ વહેતી થઈ હતી.

 હુંજ ગામમાં શામળ પટેલની સ્મશાન યાત્રા

સાબરકાંઠાના પશુપાલકો દૂધના ભાવફેર મામલે અડગ રહી વિરોધ નોંધાવ્યો છે.સતત ત્રીજા દિવસે ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારના પશુપાલકોએ રસ્તા પર અને ડેરી પાસે દૂધ ધોળીને વિરોધ દર્શઆ ઉપરાંત 2 હજારથી અઢી હજાર લિટર દૂધ ગામના જરૂરિયાતમંદ લોકોમાં વિનામૂલ્યે વહેંચવામાં આવ્યું.ગ્રામ્ય વિસ્તારોમાં ડેરીના ટેન્કમાંથી પણ દૂધનું મફત વિતરણ કરાયું.

સાબર ડેરીમાં ટેન્કરચાલકોની હડતાળને કારણે દૂધનો પુરવઠો ખોરવાયો

સાબર ડેરીમાં ટેન્કરચાલકોની હડતાળને કારણે દૂધનો પુરવઠો ખોરવાયો છે.આર્થિક નુકસાનના  ડરથી ચાલકો ગામડામાં જવા તૈયાર નથી, જેના કારણે હજારો લીટર દૂધ ઢોળવામાં આવ્યું. કોઈણ સંજોગોમાં પશુપાલકો નમતું જોખવા તૈયાર નથી. જો હજુ એક દિવસ આંદોલન ખેંચાશે, તો દૂધની મોટી અછત વર્તાશે.સૂત્રોના જણાવ્યા મુજબ પાવડર પ્લાન્ટ બંધ કરાયો છે. ડિરેક્ટર વિપુલ પટેલે ચાલકો સાથે બેઠક યોજવામાં આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે  સાબર ડેરીના ચેરમેન ચેતન પટેલે ડેરી પર કરોડોના દેવાનો આક્ષેપ કર્યો.સાધારણ સભા બાદ બાકી ભાવફેર આપવાની જાહેરાત કરી, પરંતુ સભાની તારીખ જાહેર કરી નથી.

આ સમાચાર શેર કરો