ભાવ ફેર વિવાદ: સાબરડેરીના ચેરમેન-MDને ગાંધીનગરનું તેડું, પશુપાલકો પર લાઠીઓ વિંઝાતા ફરી સરકાર ભીંસમાં
ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી પશુપાલકો ભાવફેર મુદ્દે સાબરડેરીના સત્તાધીશો સામે લ

ગુજરાતમાં છેલ્લાં બે દિવસથી પશુપાલકો ભાવફેર મુદ્દે સાબરડેરીના સત્તાધીશો સામે લડત લડી રહ્યાં હતા. જો કે ગઈકાલે આંદોલને હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે પોલીસે લાઠીઓ વિઝીં હતી, એટલું જ નહીં ટીયરગેસના 50 સેલ છોડીને સ્થિતીને કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો. ગત રોજ પોલીસે ધારાસભ્ય જશુ પટેલ સહિત અન્ય લોકો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
ચેરમેન અને MD પાસે ખુલાસો માંગવામાં આવ્યો
આ તરફ સહકાર વિભાગે સાબરડેરીના ચેરમેન અને MDના તાકીદે ગાંધીનગર આવવા આદેશ કર્યો હતો.ચેરમેન અને MD પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. પુલ દુર્ઘટના બાજ સરકાર પર માછલા ધોવાઈ રહ્યા છે.
પશુપાલકો પર લાઠીઓ વિંઝાતા ફરી સરકાર ભીંસમાં આવી
પશુપાલકો પર લાઠીઓ વિંઝાતા ફરી સરકાર ભીંસમાં આવી છે. આ જોતાં સમગ્ર પ્રકરણને ઠારવા સરકારે મેદાને આવવું પડ્યું છે. હવે પશુપાલકોની જીત થશે કે પછી સાબરડેરીના સત્તાધીશોની એ જોવાનું રહ્યું છે.





