VIDEO/ Sabar ડેરીના વિરોધમાં તોડફોડ બાદ 47ની અટકાયત મામલે DySPનું નિવેદન
Sabarkantha News: સાબર ડેરીમાં ગઈકાલે થયેલા હલ્લા બોલ બાદ તોડફોડ કરવામાં આવી હતી. પોલીસના વાહનો સહિત અન્ય વાહનોને નુકસાન પ
Sabarkantha News: સાબર ડેરીમાં ગઈકાલે થયેલા હલ્લા બોલ બાદ તોડફોડ કરવામાં આવી હતી. પોલીસના વાહનો સહિત અન્ય વાહનોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. તેમજ પોલીસકર્મીઓ પર પણ પથ્થરમારો થયો હતો. ત્યારે સમગ્ર મામલે હિંમતનગર એ ડિવિઝન પોલીસમાં 74 લોકોના સામે નામજોગ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે, જેમાં 47 લોકોની પોલીસ અટકયાત કરી છે.
તો જે લોકો સામે ફરીયાદ દાખલ થઈ છે તેમાં બાયડના પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ, રણજીતસિંહ સોલંકી, સાબરકાંઠા બેંકના પુર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સહિતના કુલ 74 લોકો સામે નામજોગ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. અને જે લોકોની અટક કરવામાં આવી છે તે લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ બાબતે હિંમતનગર DySP એ. કે. પટેલે એક પ્રેસ કોન્ફરન્સ બપોરે યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઈડરના જે યુવાનનું મોત થયું છે તેમનું ફોરેન્સીક પોસ્ટમોટર્મ કરવામાં આવ્યું હતું અને પ્રાથમિક મળતી માહિતી મુજબ તેમના શરીરે બાહ્ય ઇજાઓના કોઈ નિશાન નથી.
ઇડર ઝીંઝવા ગામના અશોકભાઈ પટેલને સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોટર્મ કરવામાં આવ્યું હતું. ગઈકાલે સાબર ડેરી ખાતે પશુપાલકોના વિરોધ બાદ તોફાન થયું હતું અને પોલીસ દ્વારા ટીઅરગેસના સેલ છોડવામાં આવ્યો હતો
અશોક પટેલની ઘરે પરત જતા તબિયત લથડી હતી
હોસ્પિટલે પહોંચ્યા પહેલા જ રસ્તામાં મોત થયું હતું. પરિવાર પશુપાલકોનો ભારે વિરોધને પગલે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં પેનલ પોસ્ટમોટર્મ કરવામાં આવ્યું હતું. અશોક પટેલને પીએમ કરાયા બાદ તેમના વતન ઝીઝવા ગામ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમના વતનમાં અંતિમ સંસ્કાર કરાશે.








