Sabarkantha news: સાબર ડેરી મામલે બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સામે ફરિયાદ, 47 લોકોની અટકાયત કરાઈ
સાબરકાંઠા હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં ભાવફેર મામલે દેખાવ બાદ વણસેલા મામલાને લઈને

સાબરકાંઠા હિંમતનગરમાં આવેલી સાબર ડેરીમાં ભાવફેર મામલે દેખાવ બાદ વણસેલા મામલાને લઈને એક હજારના ટોલા સામે ફરિયાદ થઈ છે.ત્યારે હવે એફએસએલની ટીમ પણ સાબર ડેરી પહોંચી છે.તેમજ સાબર ડેરીના ગેટ આગળ તપાસ હાથ ધરી છે.
બાયડના પૂર્વ ધારાસભ્ય જસુ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી
સાબર ડેરીમાં તોડ઼ફોડ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં બાયડના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તો બીજી તરફ રણજીતસિંહ સોલંકી, સાબરકાંઠા બેંકના પૂર્વ વાઇસ ચેરમેન રાજેન્દ્રસિંહ ભાટી સહિત કુલ 74લોકો સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તો સમગ્ર મામલે 47 લોકોની અટકાયત કરવામાં આવી છે.
ચાલુ વર્ષે 960 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ જાહેર કર્યો
ઉલ્લેખનિય છે કે,સાબર ડેરીએ ચાલુ વર્ષે 960 રૂપિયા પ્રતિ કિલો ફેટનો ભાવ જાહેર કર્યો, જે ગત વર્ષની સરખામણીએ ઓછો હતો. દર વર્ષે જૂનમાં ચૂકવાતો ભાવફેર આ વર્ષે 11 જુલાઈએ ચૂકવાયો, જે 6 ટકા જ હતો, આથી સાબરકાંઠા-અરવલ્લીના પશુપાલકોએ ડેરીના ગેટ તોડી, રસ્તા રોકો અને પથ્થરમારો કર્યો, જેના જવાબમાં પોલીસે ટીયર ગેસ અને લાઠીચાર્જ કર્યો હતો.






