મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પર જૂતું ફેંકવાનો મામલો, રાજ્યના તમામ જજ-પરિવારને મળશે સુરક્ષા

અમદાવાદમાં ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં સાતમા માળે આવેલી કોર્ટન

અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટના ન્યાયાધીશ પર જૂતું ફેંકવાનો મામલો,  રાજ્યના તમામ જજ-પરિવારને મળશે સુરક્ષા

અમદાવાદમાં ભદ્ર સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં સાતમા માળે આવેલી કોર્ટના એડિશનલ પ્રિન્સિપાલ સેશન્સ જજ એમ.પી.પુરોહિત પર એક ફરિયાદી દ્વારા બે વખત જૂતા ફેંકવાનો હીન પ્રયાસ થયો હતો. જેને પગલે સમગ્ર રાજ્ય ન્યાયતંત્રમાં ભારે ચકચાર મચી ગઇ હતી. ગુજરાતના ન્યાયતંત્રમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સામે આવ્યા હતા.  ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ જયુડીશીયલ ઓફિસર્સ અને ન્યાયિક પદાધિકારીઓ અને કોર્ટ સ્ટાફની સુરક્ષાને લઈ ગંભીર સવાલો ઉઠયા હતા.

 DGP  લૉ એન્ડ ઓર્ડર દ્વારા તમામ પોલીસ કમિશનર અને એસપીને પત્ર

ગુજરાત જ્યુડીશીયલ સર્વિસ એસોસીએશને રાજ્ય સરકાર, ગૃહવિભાગ, પોલીસ અને સુરક્ષા એજન્સીને ઉદેશીને તાત્કાલિક ધોરણે ન્યાયિક અધિકારીઓ, કોર્ટ સ્ટાફ અને કોર્ટ સંકુલોના રક્ષણ માટે ફુલપુક સુરક્ષા કવચ તૈનાત કરવા માંગ કરી છે.મળતા અહેવાલ પ્રમાણે  DGP  લૉ એન્ડ ઓર્ડર દ્વારા તમામ પોલીસ કમિશનર અને એસપીને પત્ર લખીને તમામ જ્યુડિશ્યલ ઓફિસર્સ અને પરિવારને પૂરતી અને જરૂરી સુરક્ષા પૂરી પાડવા કહેવામાં આવ્યું છે.

નાયબ પોલીસ અક્ષિક દ્વારા એક તાકીઠનો પરિપત્ર જાહેર કરી રાજ્યના તમામ પોલીસ કમિશનરો અને તમામ જિલ્લાના પોલીસ અપિલકોને તેમના ક્ષેત્રમાં આવતા જજીસ અને તેમના નિવાસસ્થાને જરૂરી સુરક્ષા વ્યવસ્યા તૈનાત કરવા નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા.

અમદાવાદમાં જજ પર જૂતું ફેંકવાની ઘટના બાદ જ્યુડિશ્યલ એસોસિએશન દ્વારા ગૃહ વિભાગને પત્ર

JMFCને એક ગનમેન 
Addl District Judgeને 02 ગનમેન 
District Judge માટે એમના નિવાસસ્થાને 02 ગનમેન, પાંચ કોન્સ્ટેબલની સુરક્ષાની માંગ 
Judicial Officer'sના નિવાસસ્થાને ઓછામાં ઓછા 02 કોન્સ્ટેબલ 


ગુજરાત જ્યુડિશ્યલ સર્વિસ એસોસિએશને સુરક્ષાની માંગ કરી હતી. ઉલ્લેખનીય છે કે સર્વાનુમતે લેવાયેલા નિર્ણય બાદ GJSA દ્વારા ગૃહ વિભાગને પત્ર લખવામાં આવ્યો હતો. જ્યુડિશ્યલ સ્ટાફ, કોર્ટ સ્ટાફ અને કોર્ટ બિલ્ડિંગ પરિસર તેમજ નિવાસસ્થાને સુરક્ષા વધારવા અંગે બેઠકમાં ચર્ચા બાદ નિર્ણય લેવામાં આવ્યો.

આ સમાચાર શેર કરો