મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ક્લિનિક ચલાવનાર બોગસ ડોક્ટરની 'સરભરા'! 15 વર્ષથી પ્રેક્ટિસ કરનારનો કઢાયો વરઘોડો

સુરત શહેરમાં નકલી ડોક્ટર બનાવવાનું ષડયંત્ર સામે આવ્યા બાદ હવે જિલ્લા આ

સુરતમાં ક્લિનિક ચલાવનાર બોગસ ડોક્ટરની 'સરભરા'! 15 વર્ષથી પ્રેક્ટિસ કરનારનો કઢાયો વરઘોડો

સુરત શહેરમાં નકલી ડોક્ટર બનાવવાનું ષડયંત્ર સામે આવ્યા બાદ હવે જિલ્લા આરોગ્યની ટીમની સાથે પોલીસ પણ આવા બોગસ ડોક્ટરોને પકડવાની કામગીરી ખૂબ જ ઝડપી કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ કહેવાનું કારણ એવું છે કે, સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા વધુ એક ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. આ બોગસ ડોક્ટર છેલ્લા 15 વર્ષ કરતા વધારે સમયથી ડોક્ટરીની પ્રેક્ટિસ કરતો હતો અને લોકોને ઇન્જેક્શન મારવાની સાથે બોટલો પણ ચઢાવતો હતો.  

આ પણ વાંચોઃ સુરતમાં સગીરાઓની છેડતી કરનાર વિકૃત પકડાયો, રાત-દિવસ ચાલી 700 CCTVની તપાસ

ઓરડીમાં ચાલતું ક્લિનિક

સુરતમાં કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા વલ્લભનગરમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો છે. જે ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ એ કે સિંહ એટલે કે અખિલેશ બારાસતી ચૌહાણ છે. પોતાની પાસે બોગસ ડિગ્રી હોવા છતાં પણ તે લોકોનો ઈલાજ કરતો હતો અને વલ્લભ નગરમાં કિરણ ક્લિનિક નામથી 10*10ની ઓરડીમાં દવાખાનું ચલાવતો હતો. મહત્વની વાત છે કે ડેન્ગ્યુના દર્દીઓની પણ સારવાર કરતો હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે. હાલ કાપોદ્રા પોલીસ દ્વારા આ અખિલેશની ધરપકડ કરવામાં આવી છે અને તેને ક્યાંથી ડિગ્રી મેળવી છે, કોની પાસેથી આ ડિગ્રી મેળવી છે, પૈસા આપીને ડિગ્રી મેળવી છે કે પછી અભ્યાસ કરીને આ ડિગ્રી મેળવી છે તે તમામ બાબતો પર હાલ પોલીસ તપાસ કરી રહી છે. 

આ કૌભાંડ પણ ઝડપાયું

સુરતમાં રસેસ ગુજરાથી નામના ઇસમ દ્વારા બોગસ ડોક્ટર બનાવવની નકલી કોલેજ ચલાવવામાં આવતી હોવાનો મામલો સામે આવ્યા બાદ હવે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ એક્શનમાં આવી છે અને જિલ્લા આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવ્યું છે કે, ઇલેક્ટ્રો હોમિયોપેથી નામનો કોઈપણ પ્રકારનો કોર્સ કે ડિગ્રી વેલીડ નથી. 2002થી ચાલતું આ કૌભાંડ 2024માં ખુલ્યું છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે આ બોગસ ડિગ્રીઓ સાથે પ્રેક્ટિસ કરનારા ડોક્ટરોની માહિતી જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓને અત્યાર સુધી શા માટે ન હતી?

આરોગ્ય વિભાગ સામે કાર્યવાહી

જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા 2002થી લઇ 2024 સુધી શા માટે એ પ્રયાસ પણ ન કરાયો કે જે ડોક્ટરો સુરત શહેરમાં પ્રેક્ટિસ કરે છે તેમનું રજીસ્ટ્રેશન કરવામાં આવે અને આ ડોક્ટરોની ડિગ્રીની ખરાઈ કરવામાં આવે?, જિલ્લા આરોગ્ય વિભાગની બેદરકારીના કારણે હજારો લોકોના જીવ આ બોગસ ડોક્ટરોના કારણે જોખમમાં મુકાયા ત્યારે શું જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પણ આ ડોક્ટરો પાસેથી કોઈને કોઈ લાભ મેળવવામાં આવતો હતો આ એક મોટો તપાસનો વિષય છે?

આ સમાચાર શેર કરો