દક્ષિણ ગુજરાતમાં સુસવાટા મારતી ઠંડી, પારો ગગડતા ઠુંઠવાયા લોકો
ડિસેમ્બર માસ આવતાની સાથે ઠંડીની શરૂઆત થઈ છે. રાજ્ય હવામાન વિભાગની આગાહીને આધારે ઠંડીની શરૂઆત થ

ડિસેમ્બર માસ આવતાની સાથે ઠંડીની શરૂઆત થઈ છે. રાજ્ય હવામાન વિભાગની આગાહીને આધારે ઠંડીની શરૂઆત થઈ છે. વહેલી સવારે ઠંડીનું તાપમાન ગગળીને 17 ડીગ્રી ઉપર પહોંચ્યું હતું. વહેલી સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ ઠંડીમાં ઠુઠવાય હતા. તો કેટલાક લોકોએ ઠંડીથી રક્ષણ મેળવવા મોનિંગ વોકની શરૂઆત કરી હતી.
પારો ગગડ્યો
રાજ્ય હવામાન વિભાગની આગાહી આનુસર વલસાડ જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. જેને લઈને વલસાડ શહેરનું તાપમાન ગગડીને 17 ડીગ્રી નોંધાયું હતું. વલસાડ શહેરમાં ઠંડી વધતાની સાથે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. વલસાડ શહેરના મુખ્ય માર્ગો ઉપર વહેલી સવારે શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ ઠંડીમાં રક્ષણ મેળવવા સ્વેટર પહેરી સાયકલિંગ કરતા જોવા મળ્યા હતા. યુવાનો મહિલાઓ અને યુવતીઓ ઠંડી સામે રક્ષણ મેળવવા મોર્નિંગ વોક કરતા જોવા મળ્યા હતા.
ખેતીને અનુકૂળ વાતાવરણ
વહેલી સવારે બાળકોને શાળાએ મુકવા જતા વાહન ચાલકો અને બાળકો ઠંડીથી રક્ષણ મેળવવા સ્વેટર પહેરી નીકળતા જોવા મળ્યા હતા. પારનેરા ડુંગર ઉપર પણ ઠંડીના પવનના.સુસવાટા સાંભળવા મળ્યા હતા. વહેલી સવારથી ઠંડીનું પ્રમાણ વધારે જોવા મળતા વલસાડ શહેરના લોકો 17 ડીગ્રી તાપમાનના ઠુઠવાયા હતા. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધશે તેમ હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. ઠંડી શરૂ થતાં વલસાડ જિલ્લાના ખેડૂતો રવિ પાક અને આંબાની માવજત અને ખેતીના કામમાં ખેડૂતો જોડાયા હતા. ફુલગુલાબી ઠંડીની શરૂઆત થતા વલસાડ શહેરનું હવામાન ખુબ જ સુંદર બન્યું છે.








