વાવ બેઠકની ચૂંટણીનું પરિણામ: રોમાંચક ક્રિકેટ મેચની જેમ ભાજપે છેલ્લી ઓવરોમાં બાજી પલ્ટી

બનાસકાંઠાની વાવ બેઠકમાં આવતા ભાભર તાલુકાના મતદારોએ ભાજપને વિજય અપાવ્યો છે. કારણ કે 1થી 9 રાઉન્ડમાં વાવ તાલુકાના ગામો અને 10થી 15 રાઉન્ડમાં સુઈગામના ગામોએ કોંગ્રેસના ઉમેદવારને સરસાઈ અપાવી હતી. પરંતુ 19થી 23 રાઉન્ડમાં ભાભર તાલુકાની મતગણતરી સમયે પાસું પલટાઈ ગયું હતું, જેમાં ભાજપના ઉમેદવારને સતત સરસાઈ મળતી હતી.
કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરનો ગઢ જીતી લીધો
ભાજપે તમામ તાકાત કામે લગાડીને લોકસભાના એકમાત્ર કોંગ્રેસી સાંસદ ગેનીબેન ઠાકોરનો ગઢ જીતી લીધો છે. આ બેઠકના ઈતિહાસમાં ભાજપમાં આ ત્રીજી જીત છે.
આ પણ વાંચો: 'વાવ'ના પાણી શરૂઆતથી જ કોંગ્રેસ માટે ઊંડા, સ્વરૂપજીની જીત પાછળ માવજીભાઈનો મોટો ખેલ!

પ્રત્યેક રાઉન્ડના અંતે કોંગ્રેસની લીડમાં વધારો થતો રહ્યો હતો. પરંતુ પાછળના ત્રણ રાઉન્ડમાં કોંગ્રેસના ઉમેદવારની લીડ ઝડપથી કપાઈ હતી. 14મો રાઉન્ડ ચાલતો હતો. ત્યારે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂતની સરસાઇ 14,102 મતોની હતી.

