બનાસકાંઠા: ભાભરના રૂની ગામના બે ભાઈઓના કેનાલમાં ડૂબતા મોત

બનાસકાંઠાના ભાભરમાં બે યુવાનો કેનાલમાં પડી જવાની ઘટના સામે આવી છે. બન્ને યુવાનો વિજય સરઘસ જોવા ઉભા હતા. તે દરમ્યાન કેનાલની પાળી પરથી એક યુવાનનો પગ લપસ્યો અને તે ખાબક્યો હતો, તો બીજી તરફ બીજો યુવાન તેને બચાવવા જતા ડૂબ્યો હતો.
બન્ને યુવાનો કૌટુંબિક ભાઈ
મળતા અહેવાલ પ્રમાણે બન્ને યુવાનો કૌટુંબિક ભાઈ નીકળ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને તરવૈયાઓ પહોંચ્યા હતા.
આ પણ વાંચો: VIDEO: અમદાવાદમાં અદાણી મેરેથોન દોડનું આયોજન, મિતાલી રાજ, સૈયામી ખેર અને પ્રજ્ઞાનંદે કરાવ્યું ફ્લેગ ઓફ
મૃતકોના નામ
જોધાજી ઠાકોર
કલાજી ઠાકોરનું
એકનો મૃતદેહ રાત્રે અને અન્યનો આજે સવારે મળ્યો
તરવૈયાઓે બન્ને યુવાનોના મૃતદેહની શોધખોળ આદરી હતી. એક યુવાનનો મૃતદેહ મોડી રાત્રે મળ્યો અને બીજા યુવાનનો મૃતદેહ આજે સવારે મળ્યો હતો. બન્ને યુવાનો બનાસકાંઠાના ભાભરના રૂની ગામના વતની હતા. અકાળે બન્ને યુવાનોના મોત નિપજતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

