VIDEO: અમદાવાદમાં અદાણી મેરેથોન દોડનું આયોજન, મિતાલી રાજ, સૈયામી ખેર અને પ્રજ્ઞાનંદે કરાવ્યું ફ્લેગ ઓફ

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મેરેથોન દોડ યોજવામાં આવી છે. અદાણી અમદાવાદ મેરેથોનની 8મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાબરમતી રિવરફ્રન્ટ પૂરા 7 કલાક માટે બંધ રહેશે. મેરેથોન દોડમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.
અદાણી સ્પોર્ટ્સલાઈને આ મેરેથોનની સંપૂર્ણ જવાબદારી લીધી
અદાણી સ્પોર્ટ્સલાઈને આ મેરેથોનની સંપૂર્ણ જવાબદારી લીધી છે. આ મેરેથોન વિવિધ કેટેગરીમાં યોજાઈ છે. અમદાવાદ મેરેથોનને ફ્લેગ ઓફ આપવા માટે ચેસના ગ્રાન્ડ માસ્ટર પ્રજ્ઞાનંદ, અભિનેત્રી સૈયામી ખેર અને પૂર્વ મહિલા ક્રિકેટર મિતાલી રાજ હાજર રહ્યા હતા.
આ પણ વાંચો: ધંધુકા: મધ્યપ્રદેશથી શ્રમિકોને ભરીને જુનાગઢ જતી કારે પલ્ટી મારી, દુર્ઘટનામાં 12 લોકો ઈજાગ્રસ્ત
રોડ રહેશે ખુલ્લા
વાડજ સ્મશાન ગૃહ કટથી વાડજ સર્કલ, ઉસ્માનપુરા ચાર રસ્તા, ઈન્કમટેક્ષ ઓવરબ્રિજ, બુટ્ટાસિંગ મહાદેવ, નહેરુબ્રિજ, ટાઉનહોલ ચાર રસ્તા, પાલડીથી અંજલી, રાણીપ ડી-માર્ટ ચાર રસ્તા થી પ્રબોધરાવળ સર્કલ, સુભાષબ્રિજ સર્કલથી શિલાલેખ સુધીના ડાબી બાજુના રોડનો ઉપયોગ કરાશે
શિલાલેખ ચાર રસ્તાથી શાહીબાગ અંડરપાસ, નાગપાલ દવાખાના થઈ ડફનાળા ચાર રસ્તા, શિલાલેખ ચાર રસ્તાથી શાહીબાગ અંડર પાસથી નમસ્તે સર્કલ, દિલ્હી દરવાજા, વિક્ટોરિયા ગાર્ડન તરફનો રોડનો ઉપયોગ કરી શકાશે
આ રસ્તા બંધ રહેશે
વાડજ સ્મશાનગૃહ કટથી પશ્વિમ રિવરફ્રન્ટ રોડ આંબેડકરબ્રિજ, અંજલી ચાર રસ્તા, ગુજસેલ હેલીપેડ રિવરફ્રન્ટ વર્ષા ફ્લેટ, કામેશ્વર ટ્વિન્સ બંગ્લોઝ ચાર રસ્તા, આંબેડરબ્રિજ નીચેના રિવરફ્રન્ટ સુધીનો માર્ગો બંધ રહેશે. વાડજ સ્મશાનગૃહ કટથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા, રાણીપ ડી-માર્ટ ચાર રસ્તા સુધીનો માર્ગ, પ્રબોધરાવળ સર્કલ, સુભાષબ્રિજ સર્કલ થઈ શિલાલેખ ચાર રસ્તા

