ધંધુકા: મધ્યપ્રદેશથી શ્રમિકોને ભરીને જુનાગઢ જતી કારે પલ્ટી મારી, દુર્ઘટનામાં 12 લોકો ઈજાગ્રસ્ત

રાજ્યમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, કેટલીક દુર્ઘટનામાં તો લોકોના જીવ પણ જતા રહે છે. ત્યારે આવી જ એક અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ હતી. વહેલી સવારે 6.00 વાગ્યે ફેદરા રોડ પર દ્વારકાધીશ હોટલ પાસે એક કારે પલ્ટી મારી હતી.
મધ્યપ્રદેશથી શ્રમિકોને ભરીને જુનાગઢ જતી કારે પલ્ટી મારી
મધ્યપ્રદેશથી શ્રમિકોને ભરીને જુનાગઢ જતી કારે પલ્ટી મારી હતી. પ્રાથમિક અહેવાલમાં સામે આવ્યું હતું કે કારના ડ્રાઈવરે અચનાક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો.
આ પણ વાંચો: વાવ બેઠકની ચૂંટણીનું પરિણામ: રોમાંચક ક્રિકેટ મેચની જેમ ભાજપે છેલ્લી ઓવરોમાં બાજી પલ્ટી
આ દુર્ઘટનામાં 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા
આ દુર્ઘટનામાં 12 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં એક બાળક સહિત ત્રણ જેટલી વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઈજાગ્રસ્તોને ધંધુકા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો, અને અકસ્માતનો ગુનો નોઁધીને તપાસ શરૂ કરી હતી.

