Video/ બાબરાના વાવડા ગામના મકાનમાં ભેદી ધડાકો! એકાએક અગ્નિ દેખાતા લોકોમાં નાસભાગ
અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના વાવડા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાવડા ગામમાં આવેલા એક મકાનમાં અચાનક ભેદી ધડાકો (Mysterious Blast) થતાં લોકોમાં ભય અને નાસભાગનો માહોલ સર્જાયો હતો.
મકાનની બારીમાંથી જોવા મળ્યો અગ્નિ
ધડાકો એટલો જોરદાર હતો કે તેની સાથે જ મકાનની બારીમાંથી અગ્નિ જેવો પ્રકાશ અને આગની જ્વાળાઓ જોવા મળી હતી. આ અચાનક બનેલી ઘટનાથી આસપાસના રહેવાસીઓમાં કુતૂહલની સાથે સાથે ગભરાહટ પણ ફેલાઈ ગયો હતો, અને લોકો પોતાના ઘર છોડીને બહાર દોડી આવ્યા હતા.
ધડાકાનું કારણ તપાસનો વિષય
હાલમાં આ ભેદી ધડાકાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક અનુમાન મુજબ આ ધડાકો ગેસ લિકેજ ને કારણે થયો છે કે પછી તેની પાછળ કોઈ અન્ય ઘટના જવાબદાર છે, તે પોલીસ અને સંબંધિત વિભાગ માટે તપાસનો વિષય બન્યો છે. સદભાગ્યે કોઈ જાનહાનિના સમાચાર નથી.
આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે, જેની મદદથી પોલીસ ધડાકાનું સાચું કારણ જાણવા માટે તપાસ હાથ ધરશે.

