Amreli/ લાપાળીયા નજીક કન્ટેનર ટ્રક પલટી ખાતા મહુવા-જેતપુર નેશનલ હાઇવે બંધ
અમરેલી જિલ્લાના લાપાળીયા ગામ નજીક આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના બની છે. એક વિશાળ કન્ટેનર ટ્રકે નેશનલ હાઇવે પર પલટી મારી દીધી, જેના કારણે મહુવા-જેતપુર નેશનલ હાઇવે સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે.
બે કિલોમીટર લાંબી વાહનોની કતાર
કન્ટેનર ટ્રક રોડની બરાબર વચ્ચે પલટી ખાઈ જતાં, હાઇવે પરથી પસાર થતો વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. નેશનલ હાઇવેના બંને તરફ ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. હાઇવેના બંને છેડે બે-બે કિલોમીટર સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે, જેના કારણે મુસાફરો અટવાયા છે.
ટ્રક હટાવવાની કામગીરી શરૂ ન થતાં, બંને તરફનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે થંભી ગયો હતો.
ઘટનાની જાણ થતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને કન્ટેનર ટ્રકને હાઇવે પરથી હટાવવાની અને ટ્રાફિક પૂર્વવત કરવાની કામગીરી હાથ ધરી છે. જોકે, કન્ટેનરના કદને કારણે આ કામગીરીમાં સમય લાગી શકે તેમ છે. વાહનચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે અપીલ કરવામાં આવી છે.

