Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Counterfeit drug racket busted once more in Ahmedabad, duplicate of Intas’ ’Levera' was made

અમદાવાદમાં વધુ એક વખત નકલી દવાનું રેકેટ ઝડપાયું, ઈન્ટાસની ‘Levera’ની કોપી કરી બનાવાતી હતી ડુપ્લિકેટ દવા

Timeછેલ્લું અપડેટ : 06 Sept 2026
લાઇવ ટીવીGoogle News
અમદાવાદમાં વધુ એક વખત નકલી દવાનું રેકેટ ઝડપાયું, ઈન્ટાસની ‘Levera’ની કોપી કરી બનાવાતી હતી ડુપ્લિકેટ દવા
સોર્સ : gstv

અમદાવાદમાં વધુ એક વખત નકલી દવાનું રેકેટ ઝડપાતા ખળભળાટ મચ્યો છે. ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઈન્ટાસ કંપનીની રનિંગ દવા ‘Levera 500’ની કોપી કરી ડુપ્લિકેટ દવા બનાવવાના મામલાનો પર્દાફાશ કર્યો છે. મગજની ખેંચ એટલે કે એપિલેપ્સીના દર્દીઓ માટે વપરાતી આ દવાની નકલી આવૃત્તિ બનાવવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. આ ઉપરાંત બ્લડ પ્રેશરની દવાની પણ નકલી દવા બનાવાતી હોવાની માહિતી સામે આવી છે.

App Store

પ્રાથમિક તપાસમાં નકલી દવાનો જથ્થો લખનૌથી ગુજરાત સહિત દેશના વિવિધ શહેરોમાં પહોંચાડવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે લખનૌમાં બ્રિજેશ પટેલ સામે FIR નોંધાઈ છે. બ્રિજેશ પટેલની ‘ક્યોરપેથ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ’ સામે પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તે ઉપરાંત અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી ‘વોલસ્ટ્રીટ-2’ સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ બ્રિજેશ પટેલ ‘કેર ફાર્મસી’ નામની રિટેલ ચેઇન સ્ટોર ધરાવે છે અને ઊંચા ડિસ્કાઉન્ટની જાહેરાત કરીને દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાનો મામલો સામે આવ્યો છે. તપાસ દરમિયાન ડિસ્ટ્રીબ્યુટર પાસે આવેલા માલના બેચ નંબર અને બિલના આધારે નકલી દવાના નેટવર્કની કડીઓ શોધવામાં આવી રહી છે.

બારકોડ મેચ ન થતાં કંપનીને થઈ જાણ

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો જ્યારે ડિસ્ટ્રીબ્યુટર પાસે પહોંચેલા માલના બારકોડમાં ગડબડ જોવા મળી હતી. બારકોડ મેચ ન થતાં ઈન્ટાસ કંપનીને દવા નકલી હોવાની જાણ થઈ અને ત્યારબાદ કંપની દ્વારા ફરિયાદ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ નકલી દવાના કિસ્સાઓમાં અસલી દવાના બારકોડની કોપી કરવામાં આવી હોવાના બનાવો સામે આવ્યા છે.

‘નકલી દવા દર્દીઓના જીવ સાથે ગંભીર ચેડા સમાન’

ડ્રગ્સ એન્ડ કેમિસ્ટ એસોસિએશને પણ સમગ્ર મામલે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. એસોસિએશનના જણાવ્યા મુજબ નકલી દવાનું વેચાણ દર્દીઓના જીવન સાથે ગંભીર ચેડા સમાન છે. નકલી દવા વેચનારાઓ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે.

એસોસિએશને ડિસ્ટ્રીબ્યુટરોને શંકાસ્પદ દવાનો માલ તાત્કાલિક પરત કરવાની અપીલ કરી છે. સાથે જ સેમી-હોલસેલર અને દવા વેપારીઓને શંકાસ્પદ માલનું વેચાણ ન કરવા સૂચના આપવામાં આવી છે.

નકલી દવાના નેટવર્ક પાછળ કોણ?

હાલ સમગ્ર મામલે તપાસ એજન્સીઓ સક્રિય બની છે. લખનૌથી ગુજરાત સહિત દેશના અન્ય શહેરો સુધી નકલી દવાનો જથ્થો કેવી રીતે પહોંચ્યો અને આ નેટવર્કમાં અન્ય કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ ચાલી રહી છે. એસોસિએશન દ્વારા આ કેસમાં CBI તપાસની પણ માગ કરવામાં આવી છે. CBI તપાસ થાય તો નકલી દવાના સમગ્ર નેટવર્ક પાછળ રહેલા લોકોનાં નામ સામે આવી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગુજરાત સાથે જોડાયેલા આ નકલી દવાના રેકેટમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.