મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદમાં AMC ફૂડ વિભાગની સઘન કાર્યવાહી, ત્રણ અસુરક્ષિત એકમો સીલ

અમદાવાદમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે AMCના ફૂડ વિભાગે લાલ આ

તસવીર: gstv

અમદાવાદમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં કરતા વેપારીઓ સામે AMCના ફૂડ વિભાગે લાલ આંખ કરી  સઘન ચેકિંગ હાથ ધર્યું છે. આ કાર્યવાહી દરમિયાન લાયસન્સ વગર ચાલતા, અસ્વચ્છતા ધરાવતા અને પ્રતિબંધિત કલર વાપરતા કુલ 3 એકમોને સીલ કરવામાં આવ્યા છે. વટવા ખાતે લાયસન્સ વગર સોસ અને ચટણી બનાવતી ‘એમ.એમ. ફૂડ પ્રોડક્ટ્સ’ને સીલ કરી રૂ. એક લાખ 75 હજારની કિંમતનો જથ્થો સ્થગિત કરાયો છે. વેજલપુરમાં પ્રતિબંધિત સિન્થેટિક ફૂડ કલર વાપરતા ‘શ્રી માતેશ્વરી ચવાણા એન્ડ સ્વીટ માર્ટ’ને સીલ કરાઈ છે, જ્યારે ચાંદલોડિયામાં FSSAI લાયસન્સ વિના ચાલતા ‘ગુજરાત ફ્રાય સેન્ટર’ને પણ સીલ મારવામાં આવ્યું છે. આ ઉપરાંત માધુપુરામાં લેબોરેટરી ટેસ્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા સાત લાખ 17 હાજરની કિંમતના  એક હજાર  140 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો સ્થગિત કર્યો છે..

આ સમાચાર શેર કરો