મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગર: પિતા-પુત્રનો ડબલ મર્ડર કેસ ટ્રિપલ હત્યામાં ફેરવાયો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ગત રોજ પિતા-પુત્રની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ હત્યાન

સુરેન્દ્રનગર: પિતા-પુત્રનો ડબલ મર્ડર કેસ ટ્રિપલ હત્યામાં ફેરવાયો

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં ગત રોજ  પિતા-પુત્રની કરપીણ હત્યા કરવામાં આવી હતી. ત્યારે આ હત્યાનો મામલો ટ્રિપલ મર્ડરમાં ફેરવાયો છે. મળતા અહેવાલ પ્રમાણે યુવાનના ઘરમાં અજાણ્યા શખ્સો ઘૂસ્યા હતા અને ઘટનાનો અંજામ આપ્યો હતો. ગત રોજ પિતા-પુત્રનું મોત નિપજ્યું હતું.

આ પણ વાંચો: ગુજરાતના આ જિલ્લામાં ચોરી-લૂંટફાટ અને હત્યાની ઘટનામાં વધારો, રેન્જ IGએ આપ્યો કડક આદેશ

હત્યાકાંડમાં બે મહિલાઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી

તો આ હત્યાકાંડમાં બે મહિલાઓ પણ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જેમાં યુવાનની માતા મંજુબેનનુ મોત સારવાર દરમ્યાન આજે મોત નિપજ્યું હતું.

ઘરમાં ઘૂસીને હત્યાનો અંજામ અપાયો

ઘરમાં અજાણ્યા શખ્સો ઘૂસ્યા હતા અને પરિવારના 4 સભ્યોને ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં તમામને  સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે ટૂંકી સારવાર બાદ ગત રોજ યુવાન અને તેના પિતાનું મોત નિપજ્યું હતું.

યુવાનની માતાનું ટૂંકી સારવાર બાદ મોત

બીજી તરફ આજે યુવાનની માતાનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે હત્યાનો અંજામ આપીને હત્યારાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે.

રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવે ક્રાઈમને ડામવા આપ્યા આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં કથળતી કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ વચ્ચે રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવે જિલ્લામાં ધામા નાખ્યા છે. રેન્જ આઈજીએ ક્રાઈમે ડામવા માટે અને ગુનેગારોને દબોચવા માટે સખ્ત પગલાં ભરવાના આદેશ આપ્યા છે.

આ સમાચાર શેર કરો