ગુજરાતના આ જિલ્લામાં ચોરી-લૂંટફાટ અને હત્યાની ઘટનામાં વધારો, રેન્જ IGએ આપ્યો કડક આદેશ

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટફાટ, છેડતી, હત્યાના બનાવ સતત વધવાના કારણે કથળી જતી કાયદો અને વ્યવસ્થા પરિસ્થિતિ વચ્ચે રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવે જિલ્લામાં ધામા નાખ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ફાયરિંગ અપહરણ અને હત્યાની વધતી ઘટનાઓ ચિંતાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ઓસરીમાં સૂતેલી 12 વર્ષની કિશોરી સાથે અડપલાં, નરાધમ રૂમમાં ખેંચી ગયો પછી...
PSI પઠાણના મોતનું રહસ્ય ટૂંક સમયામાં ઉકેલાશે
SMCના PSI પઠાણના મોતના ઘૂંટતા રહસ્યનો ઉજાગર કરવા માટે તપાસ વધુ ઝડપી કરવામા આવશે. રેન્જના જણાવ્યા અનુસાર SMCના PSI પઠાણના મોતનું રહસ્ય ઉકેલવા અન્ય જિલ્લાની પોલીસ પણ તપાસમાં કામે લગાવામાં આવશે.
ક્રાઈમ કંટ્રોલમાં આવે તે માટે રેન્જ આઈ જી અધિકારીઓ સાથે યોજશે બેઠક
ટજિલ્લામાં ગણતરીના દિવસોમાં 03 હત્યા ખંડણી અપહરણ તેમજ 12 વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાની ઘટનાઓ બની છે. ક્રાઈમ કંટ્રોલમાં આવે તે માટે ટૂંક સમયમાં રેન્જ આઈ જી સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજશે..

