Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરેન્દ્રનગર : A 12-year-old girl was molested at home

સુરેન્દ્રનગર: ઓસરીમાં સૂતેલી 12 વર્ષની કિશોરી સાથે અડપલાં, નરાધમ રૂમમાં ખેંચી ગયો પછી...

Timeછેલ્લું અપડેટ : 08 Nov 2024
લાઇવ ટીવીGoogle News
સુરેન્દ્રનગર: ઓસરીમાં સૂતેલી 12 વર્ષની કિશોરી સાથે અડપલાં, નરાધમ રૂમમાં ખેંચી ગયો પછી...

રાજ્યના સુરેન્દ્રનગરના થાનગઢમાં 12 વર્ષની કિશોરી સાથે અડપલાંની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે 12 વર્ષની કિશોરી રાત્રે મકાનની ઓસરીમાં સૂતી હતી, તે દરમ્યાન અચાનક એક શખ્સ આવી ચઢ્યો હતો. શખ્સે કિશોરીને છરી દેખાડીને રૂમની અંદર ખેંચીને લઈ ગયો હતો. કિશોરીને ધમકી આપીને શારિરીક અડપલાં કર્યા હતા. ગભરાયેલી કિશોરીએ અચાનક બૂમો પાડતા તેને રૂમમાં પૂરીને ફરાર થઈ ગયો હતો.

App Store

આ પણ વાંચો: “સવાર સુધીમાં છુટાછેડાના કાગળીયા તૈયાર કરી લેજે, નહીતર તારી બહેનને આખી રાત મારીશ”, અમદાવાદમાં પરિણીતાનો આપઘાત

કિશોરીની બૂમો સાંભળીને પરિવાર જાગી ગયો

કિશોરીની બૂમો સાંભળીને પરિવાર જાગી ગયો હતો. ઘટના બાદ કિશોરી ગભરાયેલી હાલતમાં સમગ્ર હકિકત પરિવારને જણાવી હતી. પરિવારે તુંરત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

થાનગઢ પોલીસે શખ્સ સામે ગુનો દાખલ કર્યો

થાનગઢ પોલીસે નરાધમ સામે ગુનો દાખલ કરીને તેને દબોચવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસથી સુરેન્દ્રનગર જિલ્લામાં હત્યા, લૂંટફાટ, ધમકી અને અડપલાંની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે, તો બીજી તરફ  ઘરમાં સુતેલી બાળકીઓ પણ સુરક્ષિત નથી, તે અંગે પણ પ્રશ્નનો ઉઠ્યા છે.