મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ફ્લાવર શોમાં મકરસંક્રાંતિ પર બન્યો નવો રેકોર્ડ, 1.32 લાખ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ તેમજ ફ્લાવર ગાર્ડન વિસ્તારમાં ઇન્ટરને

અમદાવાદ: ફ્લાવર શોમાં મકરસંક્રાંતિ પર બન્યો નવો રેકોર્ડ, 1.32 લાખ લોકોએ લીધી મુલાકાત

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ તેમજ ફ્લાવર ગાર્ડન વિસ્તારમાં ઇન્ટરનેશનલ ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ઉતરાયણના દિવસે ફ્લાવર શોમાં નવો રેકોર્ડ બન્યો હતો. મકરસંક્રાંતિના દિવસે 1.32 લાખ કરતા વધુ લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. 2013થી અત્યાર સુધીમાં યોજાયેલા ફ્લાવર શોમાં મકરસંક્રાંતિના દિવસે સૌથી વધુ મુલાકાતી નોંધાયા હતા.

મકરસંક્રાંતિ પર તૂટ્યો ફ્લાવર શોમાં રેકોર્ડ

મકરસંક્રાંતિના દિવસે ફ્લાવર શોને જોવા માટે દેશ-વિદેશના અનેક મુલાકાતીઓ ઉમટી પડ્યા હતા. ઉતરાયણમાં રજા હોવાને કારણે એક જ દિવસમાં 1.32 લાખ 456 લોકોએ ફ્લાવર શોની મુલાકાત લીધી હતી. મુલાકાતીઓને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ને લાખો રૂપિયાની આવક થઇ હતી.

વર્ષ 2024ના ફ્લાવર શોમાં 20 લાખ લોકોએ મુલાકાત લીધી

વર્ષ 2024ના ફ્લાવર શોમાં 20 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. આ વર્ષે ફ્લાવર શોમાં 23 પ્રકારના વિવિધ ફૂલોનું નજરાણું મૂકવામાં આવ્યું છે. 2025ના આ ફ્લાવર શોને 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. અહી દેશના વિકાસ અને સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ઉત્તરાયણ પર મારામારીની ઘટનાઓમાં વધારો, અલગ અલગ જગ્યાએ હુમલામાં 15થી વધુ લોકો ઘાયલ

ઓલિમ્પિક ટોર્ચ, ગરબા,કેનોપીની, ફલાવર વેલી સહિતના સ્કલ્પચર મૂકાયા

પીએમ દ્વારા તેમની મુલાકાતમાં જે સૂચનો આપ્યા હતા તેનું પાલન કરવામાં આવ્યું છે. ફલાવર શોમાં કીર્તી સ્તંભ ઉપરાંત લોટસ, એક પેડ મા કે નામ ઉપરાંત ઓલિમ્પિક ટોર્ચ, ગરબા,કેનોપીની, ફલાવર વેલી સહિતના સ્કલ્પચર તથા આઈકોનીક સ્ટ્રકચર મુકવામાં આવશે.નાના બાળકો માટે હલ્ક,ડોરેમોન, સ્પોન્જ બોબ વેગેરે કાર્ટુન આધારીત સ્કલ્પચર મુકાશે

22 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે 3 જાન્યુઆરીએ ફ્લાવર શોનું ઉદ્દઘાટન કર્યું હતું.આ ફ્લાવર શો  રીવરફન્ટ ખાતે 22 જાન્યુઆરી સુધી ચાલશે. જો નાગરિકોની ડિમાન્ડ હશે તો ફલાવર શોનો સમય વધારવામાં આવશે.

આ સમાચાર શેર કરો