મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat/ લગ્નમાંથી પરત ફરી રહેલા Vadodaraના પરિવારની બસને કિમ નજીક અકસ્માત; બસ પલટી ખાતા અનેક ઈજાગ્રસ્ત

સુરત જિલ્લાના કિમ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સેગવા ગામે લગ્

Surat/ લગ્નમાંથી પરત ફરી રહેલા Vadodaraના પરિવારની બસને કિમ નજીક અકસ્માત; બસ પલટી ખાતા અનેક ઈજાગ્રસ્ત

સુરત જિલ્લાના કિમ નજીક આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. સેગવા ગામે લગ્ન પ્રસંગમાં હાજરી આપીને વડોદરા  પરત ફરી રહેલા પરિવારની લક્ઝરી બસને પાછળથી એક વાહને જોરદાર ટક્કર મારતા બસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં બસમાં સવાર અનેક મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

લગ્નનો હર્ષ માતમમાં ફેરવાયો

મળતી માહિતી મુજબ, વડોદરાનો એક પરિવાર સુરતના સેગવા ગામે લગ્ન પ્રસંગમાં આવ્યો હતો. લગ્ન પૂર્ણ કરીને પરિવાર બસમાં સવાર થઈ પરત વડોદરા જઈ રહ્યો હતો. આ દરમિયાન કિમ નજીક હાઈવે પર પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે ચાલકે નિયંત્રણ ગુમાવ્યું હતું અને બસ રસ્તા પર જ પલટી મારી ગઈ હતી.

સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ઈજાગ્રસ્તો

અકસ્માતને પગલે હાઈવે પર દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક લોકો અને રાહદારીઓએ તાત્કાલિક બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. ઈજાગ્રસ્ત થયેલા તમામ લોકોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે સુરતનીનવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલમાં તબીબો દ્વારા ઈજાગ્રસ્તોની સારવાર કરવામાં આવી રહી છે.

પરિવારજનોમાં ચિંતાનું મોજું

ઈજાગ્રસ્તના સંબંધી જયેશભાઈએ જણાવ્યું હતું કે, "અમે લગ્ન પતાવીને ખુશી-ખુશી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક પાછળથી ધડાકો થયો અને બસ પલટી ગઈ હતી. સદનસીબે મોટી જાનહાનિ ટળી છે, પરંતુ પરિવારના સભ્યોને ઈજાઓ પહોંચતા અમે ચિંતામાં છીએ."

ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટ્રાફિકને હળવો કરી અકસ્માતગ્રસ્ત બસને રસ્તા પરથી હટાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો