મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Surat: દેશભરમાં ઘરફોડ ચોરીઓ કરનારી 'સતપાલ ફૌજી ગેંગ'નો સાગરીત ઝડપાયો

દેશભરમાં ઘરફોડ ચોરીઓ કરીને પોલીસની ઊંઘ હરામ કરનારી કુખ્યાત 'સતપાલ ફૌજી

Surat: દેશભરમાં ઘરફોડ ચોરીઓ કરનારી 'સતપાલ ફૌજી ગેંગ'નો સાગરીત ઝડપાયો

દેશભરમાં ઘરફોડ ચોરીઓ કરીને પોલીસની ઊંઘ હરામ કરનારી કુખ્યાત 'સતપાલ ફૌજી ગેંગ'ના એક સક્રિય સાગરીતની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ગેંગ વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં 100થી વધુ ગુના નોંધાયેલા છે. સુરત ક્રાઈમ બ્રાન્ચે દિનેશ ઉર્ફે લાલાજી વૃંદાવન શાહ નામના આરોપીને ઝડપી પાડી તેની સઘન પૂછપરછ હાથ ધરી હતી. જેમાં મહારાષ્ટ્ર, તેલંગાણા, આંધ્રપ્રદેશ અને મધ્યપ્રદેશમાં આચરવામાં આવેલી 29 જેટલી ચોરીઓના ભેદ ઉકેલાયા છે.

કોણ છે ગેંગ લીડર સતપાલ ફૌજી? 

આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હરિયાણાનો સતપાલ ઉર્ફે ફૌજી ઓમપાલસિંહ ચૌહાણ છે. સતપાલનો ઈતિહાસ ચોંકાવનારો છે; તેણે વર્ષ 1997થી આશરે આઠ વર્ષ સુધી ભારતીય સેનામાં (આર્મી) ફરજ બજાવી હતી. જોકે, શિસ્તભંગના કારણે કોર્ટ માર્શલ થયા બાદ તેને સેનામાંથી કાઢી મુકવામાં આવ્યો હતો. વતનમાં જમીન વિવાદમાં હત્યાના કેસમાં ત્રણ વર્ષ ગુડગાંવ જેલમાં રહ્યા બાદ, તેણે આઠથી વધુ સભ્યોની ટોળકી બનાવી દેશના અલગ-અલગ રાજ્યોમાં ઘરફોડ ચોરીઓ શરૂ કરી હતી.

આ સમાચાર શેર કરો