Surat: ઉદ્યોગપતિના ઘરે 'બિન્દાસ્ત' ચોરી કરનારો શખ્સ ઝડપાયો, ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
સુરતના વરાછા વિસ્તારમાં જાણીતા ઉદ્યોગપતિના ઘરે થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ચોર
સુરતના વરાછા વિસ્તારમાં જાણીતા ઉદ્યોગપતિના ઘરે થયેલી ચોરીનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. ચોરીની આ સમગ્ર ઘટના ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં ચોર બિન્દાસ્ત રીતે બેડ પર બેસીને ચોરી કરતો જોવા મળ્યો હતો. જોકે, ચોરની એક ભૂલે તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આરોપીએ ઘરમાંથી કિંમતી સામાનની સાથે મોબાઈલ ફોન પણ ચોર્યો હતો, જેના લોકેશનના આધારે વરાછા પોલીસે તેને ટ્રેસ કરી તાત્કાલિક ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપી પાસેથી કુલ રૂપિયા 1.41 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




