Surat: ભેસ્તાન પાસે કરોડોના ખર્ચે બનેલો બ્રિજ શોભાના ગાંઠિયા સમાન, વાહનચાલકોને બ્રિજ ઉતરીને ફરજિયાત પાછા વળવુ પડે છે
સુરત મહાનગરપાલિકાના આયોજન વગરના વિકાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભેસ્તાન પા

સુરત મહાનગરપાલિકાના આયોજન વગરના વિકાસનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભેસ્તાન પાસે વડોદથી કરડવા તરફ જતા માર્ગ પર 34 કરોડના ખર્ચે એક નવો બ્રિજ તૈયાર તો કરવામાં આવ્યો છે, પરંતુ તે હાલ શહેરીજનો માટે મજાકનું કારણ બન્યો છે. આશ્ચર્યની વાત એ છે કે, 600 મીટર લાંબો આ બ્રિજ એક છેડેથી ચઢીને બીજા છેડે ઉતરે તો છે, પરંતુ વાહનચાલકોને ત્યાંથી ફરજિયાત પાછા વળવું પડે છે. કારણ એ છે કે બ્રિજની સામેની તરફ રેલવે લાઈન ક્રોસ કરતો કનેક્ટિંગ બ્રિજ હજુ સુધી બન્યો જ નથી.
તંત્રે ઉતાવળમાં ઉદ્ધાટન તો કરી દીધું, પણ કનેક્ટિવિટીના અભાવે વાહનચાલકો બ્રિજ ઉતરીને અટવાઈ જાય છે. આંધળા આયોજનને કારણે જનતાના ૩૪ કરોડ રૂપિયા હાલ પાણીમાં ગયા હોય તેમ લાગી રહ્યું છે. શહેરીજનો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આગળ રસ્તો જ નહોતો, તો આ બ્રિજ ઉતાવળે કેમ ખોલવામાં આવ્યો?



