Surat: મોટા વરાછામાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા, જાહેર રસ્તા પર બે જૂથો વચ્ચે હિંસક અથડામણ
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય તેમ ગુનાહિત ઘટનાઓ સત
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરત શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ખોફ રહ્યો ન હોય તેમ ગુનાહિત ઘટનાઓ સતત વધી રહી છે. શહેરના મોટા વરાછા વિસ્તારમાં જાહેરમાં મારામારીની એક ભયાનક ઘટના સામે આવી છે, જેણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.
શું છે સમગ્ર મામલો?
મળતી માહિતી મુજબ, મોટા વરાછા વિસ્તારમાં કોઈ કારણોસર બે જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ બોલાચાલી હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બંને પક્ષોના લોકોએ એકબીજા પર જાહેરમાં હુમલો કરવાનું શરૂ કર્યું હતું. રસ્તા પર ચાલી રહેલી આ મારામારીને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે સમયસર મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. ત્યારે આ ઘટના ફરી એકવાર પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી રહી છે.




