મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: હીરણ-2 ડેમના 7 દરવાજા 0.60 મીટર ખોલાયા, 11 ગામોને કરાયા એલર્ટ

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગીર સોમનાથમાં

રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે ગીર સોમનાથમાં પણ ભારે વરસાદ વરસતા હીરણ નદીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે.  ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકામાં હીરણ-2 ડેમ ફરી ઓવરફ્લો થયો છે.

કુલ 7 દરવાજા ખેલવામાં આવ્યો

ગઈકાલે ડેમનો એક દરવાજો 0.10 મીટર ખોલવામાં આવ્યો હતો, પરંતુ રાત્રે ભારે વરસાદને લીધે આજે સવારે 6 વાગ્યે બે દરવાજા 0.60 મીટર ખોલવામાં આવ્યા. આમ કુલ સાત દરવાજા ખોલવામાં આવ્યા છે. 

તાલાલા અને વેરાવળના 11 ગામો એલર્ટ પર

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નદીમાં  પાણીની સતત  આવકને કારણે હવે સાતેય દરવાજા 2.13 મીટર ખોલવામાં આવ્યા છે. આના પગલે તાલાલાના ઉમરેઠી, માલજીજવા, સેમરવાવ અને વેરાવળના ભેરાળા, મંડોર, ઇશ્વરીયા, ઇન્દ્રોઇ સહિત 11 ગામોને એલર્ટ જારી કરાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શક્યતાને ધ્યાને લઈને સ્થાનિક તંત્રે રહેવાસીઓને સાવચેત રહેવા અપીલ કરી છે.  

આ સમાચાર શેર કરો