Video: દેવગઢ બારિયામાં દશેરાનો પરંપરાગત મેળો, માનવ મહેરામણ ઊમટ્યું, દેશી પીહાના તાલે નાચગાન
દેવગઢ બારિયામાં રાજા-રજવાડાના સમયથી ચાલી આવતી પરંપરા મુજ
દેવગઢ બારિયામાં રાજા-રજવાડાના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ દશેરા નિમિત્તે યોજાયેલા મેળામાં માનવ મહેરામણ ઊમટ્યું હતું. આ પરંપરાગત મેળો દશેરાના દિવસે અને તેના બીજા દિવસે એમ બે દિવસ ભારે ભીડ સાથે ભરાય છે. આ મેળો માત્ર દાહોદ જિલ્લા પૂરતો સીમિત નથી, પરંતુ તેમાં પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાના અનેક લોકો પણ મોજ માણવા માટે ઉમટી પડે છે.
આકર્ષણનું કેન્દ્ર: દેશી ઢોલના તળે નાચગાન
દશેરાનો આ મેળો ગ્રામ્ય સંસ્કૃતિની ઝલક રજૂ કરે છે. મેળામાં મનોરંજનના વિવિધ સાધનો, ઘરવખરીની વસ્તુઓ અને રમકડાની અનેક હાટડીઓ લાગેલી જોવા મળી છે. જોકે, આ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર અહીંનું દેશી નાચગાન હોય છે. લોકો દેશી 'પીહા' (ઢોલ/વાદ્ય) પર મન મૂકીને નાચગાન કરતા જોવા મળ્યા હતા. જય માતાજી ગરબા મંડળ દ્વારા પણ ખાસ ઢોલ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોએ ઉત્સાહભેર ભાગ લઈને દેશી ઢોલના તાલે મન ભરીને નૃત્ય કર્યું હતું.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે પણ મેળામાં કડક બંદોબસ્ત ગોઠવ્યો હતો, જેના કારણે લોકો સુરક્ષિત વાતાવરણમાં મેળાની મોજ માણી શકે. આ મેળો આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાનું એક જીવંત ઉદાહરણ પૂરું પાડે છે.












