VIDEO: ભણવા જવું પડે છે વિદ્યાર્થીઓને જીવને જોખમમાં મૂકીને, ગઢડા તાલુકાના નાના સખપર ગામની કેવી છે અવદશા
ગુજરાતના ગઢડા તાલુકાના નાના સખપર ગામથી કેરી નદી પરનો પસાર થવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે, મળતા અ
ગુજરાતના ગઢડા તાલુકાના નાના સખપર ગામથી કેરી નદી પરનો પસાર થવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે, મળતા અહેવાલ પ્રમાણે નાના સખપર ગામના લોકો જીવના જોખમે પાણી ભરેલા ચેકડેમ પરથી પસાર થવા મજબૂર બન્યા છે.
વિદ્યાર્થીઓ જીવના જોખમે બે-બે ફૂટ પાણીમાંથી થાય છે પસાર
વિદ્યાર્થીઓને હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જવા માટે જીવના જોખમે બે બે ફૂટ પાણીભરેલ ખાડા વાળા ચેકડેમપર થી શાળાએ જવું પડી રહ્યું છે.દર ચોમાસાની સિઝનમાં ઉગામેડી તરફ જવાનો આ રસ્તો પાણીમાં ગરકાવ થતા સંખ્યાબંધ ગામોના લોકો જીવના જોખમે અવર જવર કરે છે.
ગામોના લોકો જીવના જોખમે અવર જવર કરે છે
દર ચોમાસાની સિઝનમાં ઉગામેડી તરફ જવાનો આ રસ્તો પાણીમાં ગરકાવ થતા સંખ્યાબંધ ગામોના લોકો જીવના જોખમે અવર જવર કરે છે.મોટા મોટાસખપર ગામના લોકોને ઉગામેડી ગામ જવા માટે 10 થી 20 કિમી ફરીને જવા માટે મજબૂર થાય છે. મળતા અહેવાલ પ્રમાણે ગામના સરપંચ ઉપસરપંચ અને આગેવાનો દ્વારા તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પેટનું પાણી હલતું નથી .











