Video: સિદ્ધપુર નગર પાલિકા બહાર હંગામો, બિંદુ સરોવર ફાટક પાસે વહેલી તકે નાળું બનાવવા માંગ
સિદ્ધપુરના બિંદુ સરોવર ફાટક પાસે નવું રેલવે નાળું બનાવવાની માંગને લઇ
સિદ્ધપુરના બિંદુ સરોવર ફાટક પાસે નવું રેલવે નાળું બનાવવાની માંગને લઇ સ્થાનિક રહીશોમાં આક્રોશ વધ્યો છે. બિંદુ સરોવર, શંકરપુરા સહિતના વિસ્તારોના રહીશોએ નગર પાલિકા બહાર જઈ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અને 'નગર પાલિકા હાય હાય'ના નારા લગાવ્યા હતા.
નોધનીય છે કે, આ રેલવે ટ્રેક પાસે કોઈ સુરક્ષિત રસ્તો નથી. જેના કારણે લોકો રોજ પાટા ઓળંગવા મજબૂર બને છે. અને હાલમાં જ એક મહિલા સ્કૂલના બાળકોને બચાવવા જતા ટ્રેન નીચે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો હતો. અને તેમણે વહેલી તકે નાળું બનાવવાની રજૂઆત કરી.
નગર પાલિકા તરફથી જાણ કરવામાં આવી કે, 2.97 કરોડના ખર્ચે નાળું મજૂર કરાયું છે. વહીવટી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને વહેલામાં વહેલી કામગીરી ચાલુ કરવાની ખાતરી આપી છે.











