મુખ્ય સામગ્રી પર જાઓ

Video/ મહેસાણાના કડીમાં લગ્ન પ્રસંગે નોટોનો વરસાદ, પૈસા લૂંટવા મોટી ભીડ ઉમટી

મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન નોટોનો વરસાદ કરાતા અનોખું દ્રશ્ય સર્જાયું હતું. ગ

સોર્સ: gstv

મહેસાણાના કડી તાલુકાના અગોલ ગામે એક લગ્ન પ્રસંગ દરમિયાન નોટોનો વરસાદ કરાતા અનોખું દ્રશ્ય સર્જાયું હતું. ગામમાં શુભ પ્રસંગે નોટો ઉછાળવાની જૂની પરંપરા હોવાને કારણે લગ્નના વરઘોડા સમયે લોકોએ ખુલ્લેઆમ હવામાં નોટો ઉછાળ્યા હતા.

મળતી માહિતી મુજબ, હમીદભાઈ બાબુમિયા જાદવના દીકરાના લગ્ન પ્રસંગે યોજાયેલા વરઘોડા દરમિયાન આ નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. વરઘોડો પસાર થતો હતો ત્યારે લોકો ઘરોના ધાબા, પતરા તેમજ ગાડીઓ ઉપર ચડી નોટો ઉડાડતા નજરે પડ્યા હતા.

નોટો ઉછાળાતા જ ગામમાં મોટી ભીડ ઉમટી પડી હતી અને પૈસા લૂંટવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર વિસ્તારમાં થોડીવાર માટે અફરાતફરી જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. જોકે, આ બનાવમાં કોઈ અનિચ્છનીય ઘટના બન્યાની માહિતી સામે આવી નથી. લગ્ન પ્રસંગે નોટોનો વરસાદ થવાથી અગોલ ગામમાં આ લગ્ન ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

આ સમાચાર શેર કરો