મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ઉપરવાસમાં ભારે વરસાદથી પાનમ, મબુધન અને શેત્રુંજી ડેમ ઓવરફ્લો

ગુજરાતમાં હાલ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ડેમ, જળાશય

ગુજરાતમાં હાલ વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને કારણે ડેમ, જળાશયો અને નદીમાં નવા નીર આવ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્યના પાનમ ડેમ, મધુબન ડેમ અને શેત્રુંજી ડેમ ફરીથી ઓવર ફ્લો થયા છે. તમામ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. 

 પાનમ ડેમની જળસપાટી 127.41 મીટર પહોંચી

પંચમહાલના શહેરા તાલુકામાં આવેલા પાનમ ડેમમાંથી 4281 ક્યુસેક પાણી પાનમ નદીમાં અને 650 ક્યુસેક પાણી ખેડૂતોના પાક માટે મુખ્ય કેનાલમાં છોડવામાં આવ્યું છે. ડેમની જળસપાટી 127.41 મીટરે પહોંચી હોવાથી રૂલ લેવલ જાળવવા આ પગલું લેવાયું. કેચમેન્ટ વિસ્તાર અને ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે આ નિર્ણય લેવાયો હતો. ચોમાસા દરમિયાન ડેમ 100% ભરાતાં પંચમહાલના ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.

મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો 10 દરવાજા ખોલાયા 

વલસાડ જિલ્લાના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. પાણીનું પ્રમાણ વધવાથી, ડેમના સંચાલકોએ સોગંધ લીધા પછી ડેમના 10 દરવાજા 3.6 મીટર ખોલીને બે લાખ ક્યુસેક પાણી છોડવાનું શરૂ કર્યું છે.ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું તેના કારણે સેલવાસનો અથાલ વિસ્તાર અને આસપાસના રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે.

 શેત્રુંજી ડેમમાં ઓવરફલો

ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન એવા શેત્રુંજી ડેમમાં ફરી એકવાર ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીની આવક થઈ જેના કારણે ગઈકાલે ડેમના તમામ 29 દરવાજાઓ ખોલી દેવામાં આવ્યા હતા.ડેમ ઓવરફ્લો થતા જિલ્લાના ખેડૂતો અને નાગરિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પાણીની આવકથી જળસંગ્રહમાં વધારો થયો છે અને આગામી સિંચાઈ માટે પાણીની પૂરતી ઉપલબ્ધિ થશે એવી આશા ખેડૂતોમાં જીવી ઉઠી છે.

આ સમાચાર શેર કરો